Monday, May 29, 2023

અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ ઉપર ભૂત મામાની ડેરી નજીક એક્ટિવા ચાલક પાસેથી 45 લાખની લૂંટ | 45 lakh robbery from Activa driver near Bhoot Mama's Dairy on Ankleshwar-Bharuch road | Times Of Ahmedabad

અંકલેશ્વર17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
લૂંટ ચલાવાઇ તે વ્યક્તિની એક્ટિવા. - Divya Bhaskar

લૂંટ ચલાવાઇ તે વ્યક્તિની એક્ટિવા.

અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગમાં ભરૂચની આંગડિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઇને જતા વ્યક્તિને ચાર લૂંટારું ભૂત મામાની ડેરી નજીક આંતરીને ચપ્પુ બતાવી આંખોમાં મરચાની ભૂકી નાખી 45 લાખની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં અંકલેશ્વર Dy.SP સહિત LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ ભરત મણિલાલ નામનો વ્યક્તિ એક્ટિવા લઈને ભરૂચના ચકલા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઇને ટુવ્હિલરની ડીકીમાં મૂકીને અંકલેશ્વર તરફ જવા માટે નીકળ્યો હતો. આ સમયે તેમની પાછળ બે બાઈક ઉપર આવેલા ચાર ઈસમોએ તેમને આંતરીને ચપ્પુ બતાવી રોકી આંખોમાં મરચાની ભુક્કી નાખીને ડીકીમાં મુકેલા રૂપિયા 45 લાખની લૂંટ ચલાવીને પાલયન થઈ ગયા હતાં.

આ બનાવની જાણ પોલીસ મથકે કરવામાં આવતા અંકલેશ્વર Dy.SP ચિરાગ દેસાઈ સહિત LCB, SOG અને શહેર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે રૂપિયા લઈને નીકળેલા ફરિયાદીને પોલીસ મથકે લાવી તેમનો જવાબ લઈને અલગ અલગ સ્થળોએ નાકાબંધી કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.