No results found

    પ્રયોશા સંસ્થા 45 છાત્રોને વિનામૂલ્યે શિક્ષણ અપાશે | Prayosha Institute 45 students will be given free education | Times Of Ahmedabad

    આહવા29 મિનિટ પહેલા

    • કૉપી લિંક
    • 24મીએ આશ્રમમાં પ્રવેશ ફોર્મ ભરાવાશે

    પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા માલેગામ દ્વારા પોતાના 25 (રજત જંયતી) વર્ષના પ્રાંરભે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમા (ગુજરાતી માધ્યમ) અભ્યાસક્રમ માટેની સુવર્ણ તક પુરી પાડવામાં આવી રહી છે.

    પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થાના મોભી પૂ. પી.પી.સ્વામીના જણાવ્યાનુસાર પ્રવેશ પરીક્ષાના આધારે પસંદગી પામનાર ફક્ત 45 તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રવેશ આપવામા આવશે. આ વિદ્યાર્થીઓને રૂ. 2 લાખની ફી માફી મુક્તિ મળશે તેમજ વિનામૂલ્યે સંપૂર્ણ અભ્યાસ, અભ્યાસકીય સામગ્રીઓ, નિવાસ, ભોજન વગેરેની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામા આવશે.

    ધોરણ-10 પાસ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે https:// surveyheart. com/form/ 63f7590cd19 fea 075fd630e2 વેબ સાઇટ ઉપર ફોર્મ ભરી શકશે તેમજ વધુ સંપર્ક માટે 9427270789, 9408628976 સપંર્ક સાધવા જણાવાયુ છે. ફકત ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે 24મી ના રોજ ડાંગ સ્વરાજ આશ્રમમાં બપોરના સમયે પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ ભરાશે તેમ જણાવાયું છે. જેનો લાભ લેવા માટે સંચાલકોએ અપીલ કરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال