No results found

    આણંદમાં વૃદ્ધા પાસેથી સારવાર અર્થે એ.ટી.એમ કાર્ડ લઈ રૂપિયા 4.70 લાખની છેતરપિંડી આચરી | Anand committed a fraud of Rs 4.70 lakh by taking an ATM card from an elderly woman for treatment. | Times Of Ahmedabad

    આણંદ4 કલાક પહેલા

    • કૉપી લિંક

    આણંદ શહેરમાં રહેતી વૃદ્ધાના ઘરે છેલ્લાં 12 વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરતા જાવેદ મલેક નામના ડ્રાઇવરે વૃદ્ધાના સારવાર માટે પૈસા ઉપાડી લાવવાના બહાને વૃદ્ધાના બેંક ખાતામાંથી એ.ટી.એમકાર્ડ દ્વારા અલગ – અલગ સમયે રૂપિયા 4.70 લાખ ઉપાડી લઈ છેતરપિંડી આચરી હોવાનો બનાવ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયો છે.

    આણંદ શહેરમાં રહેતા વૃદ્ધા પ્રીતિબેન પટેલ (ઉ.વ.69) ના ઘરે છેલ્લાં 12 વર્ષથી જાવેદ મલેક નામનો યુવક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. જાવેદ મલેકની સાથે તેનો ભાઈ પણ પ્રીતિબહેનના ઘરે નોકરી કરતો હતો. બંને ભાઈઓએ પ્રીતિબેનનો વિશ્વાસ જીતી લીધો હતો. પ્રીતિબેન પટેલ વૃદ્ધા હોવાથી અવારનવાર બીમાર થતાં તેના ખર્ચ માટે જાવેદ મલેક એટીએમમાંથી પૈસા ઉપાડી લાવવાનું કામકાજ કરતો હતો. પ્રીતિબેન પટેલને વિશ્વાસમાં લઈ થોડાક સમય પહેલાં જાવેદ મલેકે તેમની પાસેથી એટીએમ કાર્ડ મેળવી અલગ – અલગ સમયે અલગ -અલગ રીતે રૂપિયા 4,70 લાખ તેમના ખાતામાંથી ઉપાડી લઈ છેતરપિંડી કરી ભાગી ગયો હતો. આ બાબતની જાણ પ્રીતિબેન પટેલને થતાં તેઓએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે જાવેદ મલેક વિરુદ્ધ છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال