શહેરના વાસણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂ.4.91 કરોડનો ખર્ચ કરાશે, 14 નાના બોરવેલ બનાવવામાં આવશે | 4.91 crore will be spent to build compound wall of Vasana Sewage Treatment Plant of the city, 14 small borewells will be constructed | Times Of Ahmedabad

અમદાવાદ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરના વાસણા વિસ્તારમાં સાબરમતી નદી નજીક 240 એમએલડીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. નદીના આઉટલેટ પાસે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જૂની કમ્પાઉન્ડ વોલ ધરાસાઈ થઈ ગઈ હતી. આ કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂ. 4.91 કરોડનો ખર્ચ કરવા માટેની દરખાસ્તને આજે મંજૂરી આપવામાં આવી છે.

વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે આ કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે થઈ અને ચાર કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે કારણ કે આ દિવાલ જે બનાવવાની છે. જે આરસીસીની દિવાલ બનશે. જેમાં ગ્રાઉન્ડ લેવલે પાઈલ ઉભા કરી અને તેની ઉપર આખી 12 ફૂટ જેટલી ઊંચી દીવાલ બનાવવામાં આવનાર છે. સાબરમતી નદીનો પટ જે છે રેતાળ હોય છે અને જો ત્યાં સામાન્ય દિવાલ બનાવવામાં આવે તો તે દિવાલ પાણીના કારણે ફરી એકવાર પડી જાય તેવી શક્યતા રહેલી હોય છે. જેથી ભવિષ્યમાં આ દિવાલને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખી અને આરસીસીની દિવાલ બનાવવા માટે થઈ અને આટલો ખર્ચ કરવામાં આવશે

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ રસ્તા પર જે ખોદકામ કરવામાં આવ્યું છે તે કામગીરીને આગામી 1 જુન સુધીમાં પૂર્ણ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આજે મળેલી વોટર કમિટીમાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી કોઈપણ પ્રકાર ના રોડ બેસી ન જાય અને રોડ લેવલિંગ થાય તેના માટે ઇજનેર વિભાગ દ્વારા શહેરમાં જ્યાં જ્યાં પણ ડ્રેનેજ લાઈન, સ્ટોર્મ વોટર લાઈન કે પાણીની પાઇપલાઇન નાખવા અથવા રીપેરીંગ કરવા સહિતની જે કામગીરીઓ છે તેને ઝડપથી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.

વોટર એન્ડ ડ્રેનેજ કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી અને 15 જૂનથી બીજીવાર રીતે ચોમાસું ગણવામાં આવતું હોય છે. ત્યારે શહેરમાં જ્યાં પણ રોડ રસ્તા ઉપર ઇજનેર વિભાગ દ્વારા પાણીની લાઈન કે ડ્રેનેજની લાઈન નાખવાની કામગીરી અથવા નાની મોટી કોઈ રીપેરીંગ કામગીરી ચાલતી હોય તો તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે જે પણ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તે ઝડપથી પૂર્ણ થશે તો તેને યોગ્ય રીતે લેવલિંગ કરી અને ત્યાં કામગીરી કરવામાં આવશે જેનાથી રોડ બેસી જવાની કે તૂટવાની ઘટના બનશે નહીં. ખોદકામની કામગીરી પૂર્ણ થયા બાદ 15 દિવસમાં તેના રોડને લેવેલિંગ કરવાની કામગીરી રોડ વિભાગ દ્વારા કરવામાં આવે તો કોઈપણ પ્રકારની ચોમાસામાં નાગરિકોને તકલીફ ન પડે તેને લઇ અને આદેશ આપવામાં આવ્યા છે.

આજે મળેલી વોટર કમિટીમાં શહેરમાં પૂર્વ વિસ્તારમાં 14 જેટલા ગાર્ડન અને પાર્ટી પ્લોટમાં નાના બોરવેલ બનાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. શહેરના ગાર્ડન અને પાર્ટી પ્લોટમાં પાણીના છંટકાવ માટે બોરવેલ ની જરૂરિયાત પડતા રૂ. 1.92 કરોડના ખર્ચે બોરવેલ બનાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી માં સ્ટાર્ટર મોટર ડ્રિલિંગ થી લઈ અને તમામ કામગીરી માટે નો ખર્ચ ગણી અને બોરવેલ બનાવવામાં આવશે.

أحدث أقدم