No results found

    અમદાવાદમાં 5 લાખની લૂંટ ચલાવનાર રિક્ષા ચાલકને અંકલેશ્વરમાંથી 6 દિવસમાં જ કરાયો એન્ગેજ | A rickshaw puller who robbed 5 lakhs in Ahmedabad was engaged from Ankleshwar within 6 days. | Times Of Ahmedabad

    ભરૂચ20 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદના સેટેલાઈટમાં 6 દિવસ પેહલા એક વ્યક્તિને ઈંટો વડે માર મારી રૂપિયા 5 લાખ રોકડા ભરેલા થેલાની ચલાવાયેલી લૂંટમાં ભરૂચ LCB એ અમદાવાદના રિક્ષાવાળાને અંકલેશ્વરથી એન્ગેજ કરી લીધો છે. અમદાવાદના સેટેલાઇટ પોષ વિસ્તારમાં 18 મે એ બપોરે AMC ના ગાર્ડન હઠીસિંહ વાડી પાસે એક વ્યક્તિને ઈંટો મારી 4 શખ્સોએ 5 લાખની લૂંટ ચલાવી હતી.

    ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને આ ટોળકીનો એક આરોપી અંકલેશ્વરમાં હોવાની માહિતી મળી હતી. પી.આઈ. સાથે PSI જે.એન. ભરવાડ, પી.એમ. વાળા સહિતનો LCB સ્ટાફ અંકલેશ્વર વોચમાં ગોઠવાયો હતો. પ્રતિન ચોકડી પર શકમંદ લૂંટારું ટોપીવાળી ટીશર્ટમાં મળી આવતા તેને કોર્ડન કરી રાઉન્ડ અપ કરી લેવાયો હતો. આરોપીની પૂછપરછમાં તે સુરેન્દ્રનગરનો મહિપાલસિંહ ઉર્ફે શક્તિ અરવિંદ ડોડીયા હોવાનું કહ્યું હતું. પોતે રીક્ષા ડ્રાઈવર હોય અને તેમાં સારી આવક થતી નહિ હોવાથી તેના 3 મિત્રો યગ્નેશ, મિતેષ અને રવિ સાથે મળી વધુ કમાણી કરવા લૂંટનો પ્લાન ઘડી નાખ્યો હતો.

    આ ટોળકી તેમની પાસે ડોલર હોવાનું કહી તેને ઇન્ડિયન રૂપીસમાં ટ્રાન્સફર કરવા શ્રીમંતોને કોલ કરતા હતા. બપોરના સુમારે તે વ્યક્તિને એકલી બોલાવી માર મારી રોકડા લૂંટી લેતા હતા. આરોપી અંગે સેટેલાઇટ પોલીસને જાણ કરી અન્ય 3 ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال