ભાવનગર6 કલાક પહેલા
- કૉપી લિંક
ભાવનગર એલસીબીની ટીમે શહેરમાં પેટ્રોલીંગ દરમ્યાન નવાપરા વિસ્તારમાં ચોરી કરેલી બાઈક સાથે નિકળેલા એક સગીરને ઝડપી તપાસ હાથ ધરતા આ સગીરે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 5 બાઈકો ચોરી કર્યાંની કબુલાત કરતાં એલસીબીએ રૂપિયા દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
એલસીબી-પેરોલ ફર્લો સ્કવોડ પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન નવાપરામા આવેલ ડાઈદરજણના ખાંચામાં પહોંચતાં એક સગીર શંકાસ્પદ હાલતમાં બાઈક સાથે પસાર થતાં તેને અટકાવી નામ-સરનામા સાથે બાઈકના દસ્તાવેજ-લાઈસન્સ તપાસ માટે માંગતા સગીર સંતોષકારક જવાબ ન આપી શકતા આ સગીરને પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પુછતાછ કરતાં તેના કબ્જામાં રહેલ બાઈક ચોરી કરી ફેરવતો હોવાનું જણાવ્યું હતું આ અંગે સગીરની યુક્તિ-પ્રયુક્તિ થી આગવી ઢબે પુછપરછ કરતાં આ સગીરે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ પાંચ બાઈક ચોરી કર્યાં ની કેફિયત આપતાં પોલીસે બોરડીગેટ કુંભારવાડા સ્મશાન મામાકોઠા રોડ કુકડા કેન્દ્ર ઘોઘારોડ રામાપીરના મંદિર ઘોઘારોડ સહિતના વિસ્તારોમાંથી બાઈકો ચોરી કર્યાં હોવાનું જણાવ્યું હતું, આથી પોલીસે પાંચ બાઈક કિંમત રૂ.1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સગીર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.