ગુજરાત સ્થાપના દિને વલસાડ જિલ્લાના ધરમપુરની પ્રજાને ભેટ, નવી 5 એસટી બસોનું લોકાર્પણ અગ્રણીઓને હસ્તે કરવામાં આવ્યું | A gift to the people of Dharampur of Valsad district on Gujarat Foundation Day, the launch of new 5 ST buses was done by the pioneers. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • A Gift To The People Of Dharampur Of Valsad District On Gujarat Foundation Day, The Launch Of New 5 ST Buses Was Done By The Pioneers.

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

ધરમપુર ST ડેપો ખાતે તા. 1લી મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે તાલુકાના અંતરિયાળ ગામડાના લોકોને વાહન વ્યવહારની સુવિધા મળી રહે તેવા શુભ આશય સાથે ભેટ સ્વરૂપે (1) માની નાઈટ (2) ચવરા નાઈટ (3)તણસીયા નાઈટ (4) પાંચવેરા નાઈટ અને (5) કોસબાડી નાઈટ માટે મીડી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધરમપુર તાલુકાનો ગુજરાત સ્થાપના દી ને ફાળવેલી નવી બસોને લઈને અંતરિયાળ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને ધરમપુર આવવા અને જાવા માટે વધુ સરળતા રહેશે

આ પ્રસંગે ધરમપુરના ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી આ ગામડાઓમાં બસો દોડતી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા નવી નક્કોર મીડી બસ ફાળવવામાં આવી છે. જેના થકી અંતરિયાળ ગામડાના લોકોને ઝડપી વાહન વ્યવહાર માટે સુગમતા પડશે. આ મીડી બસ ગામડાના સાંકડા રસ્તા પરથી પણ સરળતાથી પસાર થઈ શકશે. આ પાંચેય બસ દિવસ દરમિયાન તો આ ગામડાઓના શિડ્યુલ પ્રમાણે દોડશે પણ રાત્રિ રોકાણ પણ જે તે ગામમાં કરશે. જેથી ગ્રામજનોને વાહન વ્યવહાર માટે ખાનગી વાહનો ઉપર આધાર રાખવો પડશે નહીં. આ લોકાર્પણ પ્રસંગે ડો. હેમતભાઇ પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના મહામંત્રી ધનેશભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના સદસ્ય હરીભાઈ, શિવજીભાઈ, કાતિભાઈ, વિજયભાઇ, રમણભાઇ, મોતીભાઈ, ખાનસિંહભાઈ અને સરપંચ મોહનભાઇ સાથે વિભાગીય પરિવહન અધિકારી સ્નેહલ પટેલની ઉપસ્થિતિમાં ધરમપુરના ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલ દ્વારા મુસાફર જનતાની સેવામાં બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

أحدث أقدم