No results found

    ઉમરગામના મામલતદાર 5 લાખની લાંચ લેતા ઝડપાયા, જમીનના દાવામાં ફરિયાદીની તરફેણમાં ચૂકાદો આપવા બદલ માગી હતી લાંચ | Mamlatdar of Umargam caught taking bribe of 5 lakhs, demanded bribe for ruling in favor of complainant in land claim | Times Of Ahmedabad

    વલસાડ4 કલાક પહેલા

    • કૉપી લિંક

    વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા ચકચાર મચી છે. ફરિયાદી દ્વારા ઉમરગામ મામલતદાર કચેરીમાં જમીનની વારસાઈ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. તે જમીનનો થર્ડ પાર્ટીનો દાવો મામલતદારની કોર્ટમા ચાલી રહ્યો હતો. જે જમીનમાં વારસાઈ કરાવવા તકરારી મેટર બની હતી. જે તકરારી મેટરનો નિકાલ કરવા માટે થર્ડ પાર્ટીનો ચાલી આવતા દાવાનો ફરિયાદીની તરફેણમાં હુકમ કરવા માટે મામલતદાર દ્વારા 5 લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી.

    સુરત ગ્રામ્ય ACBના છટકામાં મામલતદાર ઝડપાયા
    ઉમરગામ મામલતદાર અમિત ઝડપિયા દ્વારા પાંચ લાખની લાંચ માગવામાં આવતા ફરિયાદી આપવા માગતા ન હતા. જેથી તેમના દ્વારા ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે ફરિયાદના આધારે આજરોજ સુરત રૂરલ ACBની ટીમે લાંચના છટકુ ગોઠવ્યું હતું. આ કામનાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ઉમરગામ મામલતદાર કચેરી ખાતે ACBએ ગોઠવેલા લાંચના છટકામાં ઉમરગામ મામલતદાર અમિત ઝડફિયા રૂ.5 લાખની લાંચ સ્વીકારી સ્થળ ઉપર પકડાય ગયા હતા.ઉપરોક્ત આરોપીને સુરત ગ્રામ્ય ACBની ટીમે ઉમરગામ મામતદારને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

    ઉમરગામમાં મામલતદાર જ પાંચ લાખની લાંચ લેતા ઝડપાતા અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال