ભાવનગર જિલ્લામાં અલગ-અલગ બે જગ્યાએ જુગાર રમતા 5 શખ્સોને પોલીસે દબોચી લીધા | Police nabbed 5 persons gambling at two different places in Bhavnagar district | Times Of Ahmedabad

ભાવનગર8 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં અલગ-અલગ બે સ્થળોએથી પોલીસે જુગારીઓને ઝડપી લીધા હતા. જેમાં શહેરના બોરતળાવ વિસ્તાર અને બીજો સિહોર તાલુકાના સેંદરડાગામેથી જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધા હતા, બોરતળાવ વિસ્તારમાં આવેલ મફતનગરમાં પૈસા-પાનાં વડે તિનપત્તિનો હાર-જીતનો જુગાર રમતાં ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા તથા જિલ્લાના સિહોર તાલુકાના સેંદરડાગામે સરાજાહેર જુગારની બાજી માંડીને બેસેલા બે શખ્સોને સોનગઢ પોલીસે રોકડ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

બોરતળાવ પોલીસે જુગાર રમતાં 3 શખ્સોને ઝડપી લીધા
સમગ્ર બનાવ અંગે જાણવા મળેલી માહિતી મુજબ શહેરના બોરતળાવ પોલીસ મથકના ડી-સ્ટાફના જવાનો રાત્રી દરમ્યાન પેટ્રોલીંગમા હોય એ વખતે બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, બોરતળાવના કાંઠે આવેલ મફતનગરમાં રામાપીરના ચોક પાસે કેટલાક શખ્સો પૈસા-પાનાં વડે તિનપત્તિનો હાર-જીતનો જુગાર રમે છે જે બાતમી આધારે ટીમે સ્થળપર રેડ કરી ત્રણ શખ્સોને અટકમાં લીધા હતા જેમાં યોગેશ ઉર્ફે યોગો મનજી ડાભી ઉ.વ.30 રે.મફતનગર-બોરતળાવ,લવજી લુણા શિયાળ ઉ.વ.35 રે.મફતનગરમા અને મુકેશ ઉર્ફે મુકો સામત પરમાર ઉ.વ.32 રે,મફતનગર-બોરતળાવ વાળાને ઝડપી લઈ જુગારના પટમાં પડેલ રોકડ રકમ તથા જુગારના સાહિત્ય મળી કુલ રૂ.16,070નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સોનગઢ પોલીસે 2 શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધા
સમગ્ર બનાવ અંગે સોનગઢ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રિના સમયે પોલીસ કાફલો પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે સેંદરડાગામે મહાદેવના મંદિરના ઓટલા પર બે શખ્સો પૈસા-પાનાં વડે તિનપત્તિનો હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરી બે શખ્સોને અટકમાં લઈ નામ-સરનામા સહિતની વિગતો પુછતાં અટક કરેલ શખ્સોએ પોતાના નામ અમર ખુમાણસિંહ ગોહિલ ઉ.વ.43 રે.સેંદરડાગામ તથા જય ઉર્ફે જયલો જીવરાજ મકવાણા ઉ.વ.19 રે.કેશવનગર ભૂતા કોલેજ પાછળ સિહોર વાળો હોવાનું જણાવેલ આથી પોલીસે પટમાં પડેલ રોકડ રકમ તથા જુગારનુ સાહિત્ય મળી કુલ રૂ.1780 નો મુદ્દામાલ કબ્જે કરી બંને વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous Post Next Post