નર્સિંગ કોલેજના ડાયરેક્ટરે મહિલાને ઘરે બેઠાં સર્ટિફિકેટ આપવાનું કહી 5 લાખ પડાવ્યા, SOGએ તપાસ હાથ ધરી | Nursing college director asked woman to issue certificate at home, paid Rs 5 lakh, SOG investigates | Times Of Ahmedabad

અમદાવાદ6 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદની મહિલાને નર્સિંગ કરાવવાનું કહીને મહિલાએ ગેરરીતિ સાથે ઘરે બેઠાં પરીક્ષા અપાવી નસિંગ કોલેજના ડાયરેક્ટરે મહિલા પાસેથી 5 લાખ રૂપિયા પડાવી દીધા હતા. આ ઉપરાંત મહિલાને બેંગ્લોરની નર્સિંગ કોલેજના બનાવટી સર્ટીફિકેટ આપ્યા હતા. જે મામલે મહિલાએ અરજી કરી હતી. SOGએ તપાસ કરીને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહિલાએ રાકેશ પટેલની કોલેજમાં એડમિશન મેળવ્યું
કિલ્પનાબેન પંચાલ નામના મહિલા નરોડા રીધમ હોસ્પિટલમાં રિસેપ્સન પર નોકરી કરતા હતા. ત્યારે તેમની હોસ્પિટલમાં દહેગામની શ્રીજી પેરામેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ માટે આવતા હતા. આ દરમિયાન કોલેજના ડાયરેકટર રાકેશ પટેલ પણ ત્યાં આવતા હતા. કિલ્પનાબેનને રાકેશ પટેલ સાથે સંપર્ક થયો ત્યારે તેમને નર્સિંગ કરવા જણાવાયું હતું. કિલ્પનાબેને રાકેશ પટેલની કોલેજમાં એડમિશન મેળવ્યું હતું.

3 વર્ષની પરીક્ષા ઘરે બેઠાં બેઠાં આપી
રાકેશ પટેલે કિલ્પનાબેનને બેંગ્લોરની વાગદેવી સ્કૂલ ઓફ નર્સિંગનું સર્ટિફિકેટ આપવા જણાવ્યું હતું. 3.5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. 15 દિવસ બેંગ્લોર પરીક્ષા આપવા જવા માટે રજા ન મળતા કિલ્પનાબેને રાકેશ પટેલને જણાવતા રાકેશ પટેલે ઘરે બેઠાં બેઠાં પેપર લખવા જણાવ્યું હતું. બંને વચ્ચે મિત્રતા થતા રાકેશ પટેલ કિલપનાબેનને ઘરે પેપર આપી જતો હતો અને ચોપડીમાંથી પેપર લખાવતો હતો. કિલ્પનાબેને 3 વર્ષની પરીક્ષા ઘરે બેઠાં બેઠાં આપી હતી.

બંને વચ્ચે ઝગડો થતા મિત્રતા પણ તૂટી
કિલ્પનાબેનના તમામ ડોક્યુમેન્ટ રાકેશ પટેલ પાસે હતા. કિલ્પનાબેને પોતાના નર્સિંગ થયાનું GNCમાં રજિસ્ટ્રેશન કરાવવા રાકેશ પટેલને કહ્યું પરંતુ રાકેશ પટેલને કરાવતો નહતો. કિલ્પનાબેનનો રાકેશ સાથે ઝગડો થયો હતો અને બંને વચ્ચે મિત્રતા પણ તૂટી ગઈ હતી. કિલ્પનાબેનના ઘર પાસે જઈ રાકેશ ફોન કરતા કિલ્પનાબેને ફોન ના ઉઠાવ્યો જેથી રાકેશે ગંદી ગાળો વોટસએપમાં આપી હતી તથા બહાર તોડફોડ કરી હતી જે મામલે નરોડા પોલીસ સ્ટેશનના અરજી આપી હતી છતાં રાકેશ પટેલ ડોક્યુમેન્ટ આપતો નહતો.

અરજીના આધારે SOGએ તપાસ શરૂ કરી
કિલ્પનાબેને રાકેશ પાસે ડોક્યુમેન્ટ માંગ્યા ત્યારે રાકેશે કહ્યું કે તે અગાઉ નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે પરંતુ મને કંઈ થયું નથી. હું તારા ડોક્યુમેન્ટ નહિ આપું. કિલ્પનાબેનની અરજીના આધારે SOGએ તપાસ શરૂ કરી ત્યારે કિલ્પનાબેને નર્સિંગ કોલેજના સર્ટિફિકેટની ઝેરોક્ષ આપી તેની ખરાઈ કરાવતા તમામ સર્ટિફિકેટ બોગસ હોવાનું જાણ થઈ હતી.આ અંગે SOG એ રાકેશ પટેલ અને તેની સાથે મળતીયા મૌલિક રામી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

أحدث أقدم