મોરબીમાં કુરિયર ઓફિસમાંથી 5 લાખથી વધુ રોકડની ચોરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી | Theft of more than 5 lakh cash from courier office in Morbi, police registered a case and started investigation | Times Of Ahmedabad

મોરબી42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી રામચોક નજીક આવેલ કુરિયર કંપનીની ઓફિસમાંથી 5 લાખથી વધુની રોકડની ચોરી થઈ છે. જે ચોરી કરી બાદમાં CCTV DVR પણ લઇ ગયો હોય જે મામલે પોલીસે ફરિયાદ નોંધી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના રામચોક પાસે આવેલ બ્લુડાર્ટ કુરિયરની ઓફિસમાંથી આજે સવારે કુરિયર કંપનીની ઓફીસ ખુલતા ઓફીસના ખાનામાં રાખેલ રોકડ રકમ ગાયબ હતી. ઓફિસનું શટર તોડવામાં આવ્યું નથી. જેથી જાણભેદુ હોવાની શંકા સેવાય રહી છે. જે મામલે મોરબીના રવાપર રોડ પર રહેતા અને કુરિયર કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુરભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાત્રીના 12 વાગ્યાથી સવારે 9 કલાક દરમિયાન અજાણ્યા શખ્સે ઓફિસમાંથી રોકડ રકમની ચોરી કરી છે. બ્લુડાર્ટ કુરિયરના શટરના તાળા ખોલી પ્રવેશ કરી ઓફીસના ડ્રોવરમાં રાખેલ રોકડ રકમ રૂપિયા 5.10 લાખ અને Cctv DVR કીમત રૂપિયા 10,000 મળીને કુલ રૂપિયા 5.20 લાખની ચોરી કરી ગયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

أحدث أقدم