કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબી પટેલના બે સાગરીતોની મુંબઈથી ધરપકડ, 5 મોબાઈલ, આધાર કાર્ડ અને કાર કબજે કરવામાં આવ્યા | Two accomplices of pigeon mastermind Bobby Patel arrested from Mumbai, 5 mobiles, Aadhaar card and car seized | Times Of Ahmedabad

અમદાવાદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કબૂતરબાજીના માસ્ટર માઇન્ડ બોબી પટેલના બે સાગરીતો પ્રવીણ પટેલ અને હિતેશ પટેલની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓની સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ સમયે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ, આધાર કાર્ડ અને કાર કબજે કરવામાં આવ્યા છે.

18 લોકો સામે ગુનો નોંધાયો
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના કબૂતરબાજીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલની ચાંદલોડિયા ખાતેની ઓફિસમાંથી મળી આવેલા 79 પાસપોર્ટમાંથી 5 પાસપોર્ટ નકલી હોવાનું પુરવાર થયું હતુ. જેના આધારે બોબી સહિત અમદાવાદના 4, ગાંધીનગરના 4, મુંબઈના 3, દિલ્હીના 5 અને અમેરિકાના 1 વ્યક્તિ મળીને 18 લોકો સામે વધુ એક ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.

વ્યક્તિ દીઠ 70-90 લાખ રૂપિયા વસુલતો હતો
ઉપરાંત, માનવ તસ્કરીના આરોપી બોબી પટેલની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. બોબી પટેલે ત્રણ વર્ષમાં હજારો લોકોને ખોટી રીતે અમેરિકા મોકલ્યા હતા. બોબી પંજાબના ચરણજીત નામના વ્યક્તિ સાથે મળીને આ સમગ્ર રેકેટ ચલાવતો હતો. તે લોકો પાસેથી અલગ-અલગ રસ્તે અમેરિકામાં ઘુસવાના અલગ-અલગ ભાવ વસુલતો હતો. મેક્સિકોથી જંગલના રસ્તે, નદીથી બોટમાં સવાર થઈને, પનામાના જંગલ અને પહાડોના રસ્તે તથા કેનેડા થઈને રોડ માર્ગે અમેરિકામાં ઘૂસાડવાના અલગ-અલગ ભાવ વસૂલતો હતો. એક વ્યક્તિ દીઠ 70-90 લાખ રૂપિયા વસુલતો હતો.

أحدث أقدم