પાટડીના વણોદ રસ્તા પાસે આગ લાગતા 50થી વધુ વૃક્ષો બળીને ખાખ, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો | More than 50 trees were burnt in the fire near Vanod road of Patdi, fire brigade brought the fire under control. | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર4 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટડીના વણોદ ગામના મુખ્ય રસ્તા પાસે આગ લાગતા પળવારમાં લાઇનબધ્ધ 50થી વધુ વૃક્ષો બળીને ખાખ થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં કંપનીના ફાયર ફાયટર દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. કંપનીની સમયસૂચકતાના કારણે સદભાગ્યે મોટું નુકશાન થતાં ટળ્યું હતુ.

દસાડા તાલુકાના વણોદ ગામ પાસે રોડ સાઈડમાં કોઇ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. આ આગના બનાવની જાણ થતા દસાડા પોલીસ મથકના નસરુદ્દીન ભટ્ટી, હમીરભાઈ, ચેતનભાઇ અને GRD તાલુકા માનદ અધિકારી મહેબુબખાન કુરેશી તથા કંપનીની ફાયર ફાઈટર ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

<

વણોદ પાસે રસ્તામાં જે જગ્યાએ આ ભયાવહ આગ લાગી એની સામે જ મારૂતી ગાડીની મેકવીલ પ્લેટ બનાવતી કંપનીના મોહિત ભલાલ‍ા અને સત્યરંજન પિલ્લઇ સહિત મુજાહિદ ચૌહાણ, વિપુલ ભરવાડ, રમેશભાઇ ઝાલા અને જીતુભાઇ ઝાલા સહિતનો કંપનીનો સ્ટાફ કંપનીના ફાયર ફાયટર સાથે તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ આગની ઘટનામાં પળવારમાં લાઇનબધ્ધ 50થી વધુ વૃક્ષો બળીને ખાખ થઇ ગયા હતા. કંપનીના ફાયર ફાયટર દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. કંપનીની સમયસૂચકતાના કારણે સદભાગ્યે મોટું નુકશાન થતાં ટળ્યું હતુ.

figure class=”custom-ckfigure image”>

أحدث أقدم