ધરોઈનું પાણી 50 ટકા અપાતાં પાલનપુરમાં પણ પાણીકાપ | Water cut in Palanpur too with 50 percent water supply | Times Of Ahmedabad

પાલનપુર31 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • 15 દિવસથી લોકોને મુશ્કેલી,પાલિકા પ્રમુખની રજૂઆત

પાલનપુરમાં ધરોઈના પાણીમાં 50 ટકા કાપ મૂકાતા અનેક વિસ્તારોમાં પાણી અપૂરતું પહોંચી રહ્યું છે. ઉપરાંત જ્યાં અગાઉ 40 મિનિટ પાણી અપાતું હતું ત્યાં 30 મિનિટ પાણી અપાઇ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે 1.60 કરોડ લીટર સામે 70 લાખ લીટર પાણી આવી રહ્યું છે જેના લીધે આ સ્થિતિ સર્જાઇ છે.

15 દિવસથી પાણી માટે લોકોને મુશ્કેલી છે સીટીમાં નાની બજારઅને મોટી બજારમાં તંગીના લીધે લોકો ખાનગી ટેન્કર મંગાવી ટાંકામાં પાણી સંગ્રહ કરી રહ્યા છે. હાલમાં પાલિકા દ્વારા 44 બોર દ્વારા પાણી મિક્સ કરીને અપાય છે. આખા પાલનપુર શહેરને ધરોઈથી આપવામાં આવતુ પાણી શહેરના જુદા જુદા વોર્ડમાં આવેલી ટાંકીમાં નાખી લોકોને એકાંતરે પાણીનો સપ્લાય આપવામાં આવે છે.પરંતુ ભર ઉનાળે છેલ્લા 15 દિવસથી ધરોઇ આધારિત પાણીની તંગી સર્જાઈ છે.

પાણી સપ્લાય 50 ટકા કરી દેવાતા શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી દૈનિક 1.60 કરોડ લિટર પ્રતિ દિન પાણીની માગણી સામે છેલ્લા 15 દિવસથી 80 લાખ લીટર પાણી પ્રતિદિન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

પાલિકા પ્રમુખ કિરણબેન દેવેન્દ્રકુમાર રાવલ અને ચિફ ઓફીસર નવનિત પટેલ દ્વારા પાણી પુરવઠા વિભાગ અને જિલ્લા કલેકટરને લેખિતમાં પત્ર લખી પૂરતા પ્રમાણમાં પાલનપુર શહેરને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે હાઇવે વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાં ધરોઈ પાઇપ લાઇન જોડવામાં ન આવતા હાઇવે સોસાયટીના લોકો પાણીની તંગી અનુભવી રહ્યા છે.

أحدث أقدم