મોરબીમાં 5.43 કરોડના ખર્ચે 2100 ચોરસ મિટરમાં ફેલાયેલું છે બસ સ્ટેન્ડ; પ્લેટફોર્મની સંખ્યા 8થી વધારી 15 કરાઈ... | A bus stand spread over 2100 square meters at a cost of 5.43 crores in Morbi; Number of platforms increased from 8 to 15... | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • A Bus Stand Spread Over 2100 Square Meters At A Cost Of 5.43 Crores In Morbi; Number Of Platforms Increased From 8 To 15…

મોરબી9 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યના એસ.ટી. નિગમ દ્વારા રૂ 5.43 કરોડના ખર્ચે મોરબીના શનાળા રોડ પરના બસ સ્ટેન્ડને નવું બનાવવામાં આવ્યું છે. જે નવનિર્મિત બસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. જેથી વર્ષોથી ખંઢેર બસ સ્ટેશનનો ઉપયોગ કરતા મોરબીના નાગરિકોને હવે નવા બસ સ્ટેશનની સુવિધા મળી ચુકી છે. ત્યારે આવો જાણીએ નવા બસ સ્ટેશનમાં કેવી કેવી સુવિધાઓ છે….

મોરબીના શનાળા રોડ પર આવેલ બસ સ્ટેશન વર્ષો પુરાણું હોય જેથી રાજ્યના એસટી નિગમ દ્વારા 5.43 કરોડના ખર્ચે બસ સ્ટેશન નવું બનાવવામાં આવ્યું છે. જે નવા બસ સ્ટેશનમાં અપાર સુવિધાઓ આપવામાં આવી છે. મોરબીવાસીઓએ અગાઉ મહાનગરોમાં નિહાળી હોય તેવી સુવિધાઓનો હવે તેઓ જાતે ઉપયોગ કરી શકશે. મોરબીનું નવું બસ સ્ટેશન 21004.53 ચોરસ મીટર જગ્યામાં નિર્માણ પામ્યું છે. જેમાં 1568 ચોરસ મીટર બાંધકામ કરવામાં આવ્યું છે. અગાઉ બસ સ્ટેશનમાં માત્ર 8 પ્લેટફોર્મ હતા. જેના સ્થાને નવા બસ સ્ટેશનમાં પ્લેટફોર્મની સંખ્યા વધીને 15 થઇ છે. તેમજ પ્લેટફોર્મનો વિસ્તાર પણ 280 ચોરસ મીટર જેટલો વિશાળ રાખવામાં આવ્યો છે. મુસાફરોને બેસવા માટે અગાઉ માત્ર 16 બાંકડાની સુવિધા હતી તે નવા બસ સ્ટેશનમાં વધારીને 60 કરવામાં આવી છે.

ઉપરાંત વોલ્વોમાં મુસાફરી કરનાર મુસાફરો માટે વીઆઈપી વેઈટીંગ લોન્જ અલગથી બનાવવામાં આવ્યો છે. નવા બસ સ્ટેશનમાં કુલ 48 દુકાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 3 સ્ટોલ કમ શોપ, 22 શોપ્સ અને એક કેન્ટીનની સુવિધા આપવામાં આવી છે. તે ઉપરાંત લેડીઝ માટે 2, જેન્ટ્સ માટે 2, અને 2 દિવ્યાંગ માટે બાથરૂમની સુવિધા આપવામાં આવી છે. તો પ્રથમ માળે કેશ રૂમ, બુકિંગ રૂમ, ટ્રે રૂમ, ડ્રાઈવર અને કંડક્ટરને આરામ કરવા માટે સારા રૂમની સુવિધા આપવામાં આવી છે. પ્રથમ માળે પણ 4 ટોઇલેટની સુવિધા આપવામાં આવી છે અને 22 શોપ્સ પણ ઉપરના માળે આપવામાં આવી છે.

બેબી ફીડીંગ માટે અલાયદા રૂમની સુવિધા
નાના બાળક સાથે મુસાફરી કરતી હોય તેવી માતાઓને જાહેર સ્થળો ખાતે સ્તનપાન કરાવવું મુશ્કેલ થતું હોય છે. જે સમસ્યાને ધ્યાને લઈને મોરબીના બસ સ્ટેશન ખાતે માતાઓ માટે ખાસ બેબી ફીડીંગ રૂમની સુવિધા આપવામા આવી છે. જેથી શોરબકોર કે પબ્લિકની ચિંતા કર્યા વગર માતા તેના બેબીને ફીડીંગ કરાવી શકે.

દિવ્યાંગ માટે અલગ શૌચાલય, સ્લોપીંગ રેમ્પની સુવિધા
મોરબીના નવા બનેલા બસ સ્ટેશનમાં દિવ્યાંગોને મુશ્કેલી ના પડે તેની પણ ખાસ કાળજી રાખવામાં આવી છે. બસ સ્ટેશન ખાતે દિવ્યાંગ માટે અલગ શૌચાલયની સુવિધા સ્લોપીંગ રેમ્પ સુવિધા સહિત રાખવામાં આવી છે.

વીઆઈપી વેઈટીંગ લોન્જની પણ સુવિધા
મોરબીના બસ સ્ટેશનમાં વીઆઈપી મુસાફરો માટે પણ વેઈટીંગ લોન્જની સુવિધા આપવામાં આવી છે. વોલ્વો બસમાં મુસાફરી કરનાર મુસાફરોને વીઆઈપી વેઈટીંગ લોન્જની સુવિધા આપવામાં આવી છે. જેથી વીઆઈપી લોન્જમાં બેસી મુસાફરો બસ આવવાની રાહ જોઈ શકશે.

أحدث أقدم