દસાડા વિધાનસભા વિસ્તારમા રૂ. 5.50 કરોડના રસ્તાના રીસરફ્રેસીંગના કામોને મંજૂરીની મહોર | In Dasada Assembly Constituency Rs. 5.50 crore road resurfacing works given seal of approval | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દસાડાના ધારાસભ્ય દ્વારા તાલુકાના રસ્તા રીસરફ્રેસીંગના કામો બાબતે સરકારમા રજૂઆત કરાઈ હતી. દસાડા વિધાનસભા વિસ્તારમા રૂ. 5.50 કરોડના રસ્તાના રીસરફ્રેસીંગના કામોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આથી વાહનચાલકો, ખેડૂત, સરપંચ દ્વારા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા અંતરિયાળ ગામો તરફ જતી સડક બિસ્માર થતા વાહનચાલકો ત્રસ્ત થઈ ઉઠ્યા હતા. આ બાબતે વિવિધ ગામોના સરપંચ તથા પ્રજાજનોની રજૂઆત દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારને મળતા દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા સરકારમાં આ બાબતે રજૂઆત કરાઈ હતી. જેને ધ્યાને રાખી ગણતરીના સમયમાં જ દસાડા વિધાનસભા વિસ્તારમા સુરેલ-વિસનગરનો 5.90 કિ.મી.નો રસ્તો રૂ. 130 લાખ, નાના ગોરૈયા-નાની મજેઠીનો 6 કિ.મી.નો રસ્તો રૂ. 130 લાખ, હેબતપુર- વણીનો 2.10 કિ.મી.નો રસ્તો રૂ. 40 લાખ, મેરા-નાવીયાણીનો 3.80નો રસ્તો રૂ. 100 લાખ, મોટાઉભડા-નવાગામનો 2 કિ.મી.નો રસ્તો રૂ.50 લાખ, વણોદ-આલમપુરાનો 1 કિ.મી.નો રસ્તો રૂ. 25 લાખ અને બજરંગપુરાથી અણીન્દ્રાનો 3.60 કિ.મી.નો રસ્તો રૂ. 75 લાખનો મળી કુલ 24.40 કિલોમીટર સડક રૂ. 5.50 કરોડ રૂપિયાના રીસરફ્રેસીંગના કામોને મંજૂરી આપવામા આવતા વાહનચાલકોમા ખૂશીનો માહોલ જોવા મળ્યો છે. અને વાહનચાલકો તથા સરપંચ અને ખેડૂતો દ્વારા ધારાસભ્ય પી.કે.પરમારનો તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

أحدث أقدم