الخميس، 18 مايو 2023

ગિરનારનાં પગથિયાંની પહોળાઇ વધારીને 6 ફૂટ કરવી છે: ધારાસભ્ય | Girnar step width to be increased to 6 feet: MLA | Times Of Ahmedabad

જૂનાગઢ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અંબાજી મંદિર પરિસર પાવાગઢની જેમ પહોળું બનાવવાની ડીઝાઇન તૈયાર

ગીરનારની સીડીનાં પગથિયાંની પહોળાઇ વધારીને 6 ફૂટ કરાવવી છે. આ અંગેની સૈદ્ધાંતિક મંજૂરી હજુ બાકી છે. પણ તેની ડીઝાઇન બનાવી દેવાઇ છે. એજ રીતે અંબાજી મંદિર પણ પાવાગઢની જેમ પહોળું બનાવવું છે. એમ જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઇ કોરડિયાએ શહેરનાં આગેવાનો સાથેની એક અનૌપચારિક ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટો 10-12 વર્ષના છે.

ગીરનાર પર્વત પર અન્ડરગ્રાઉન્ડ વીજ કેબલીંગનો 8 કરોડનો પ્રોજેક્ટ મંજૂર થઇ ગયો છે. જ્યારે દરેક ધર્મસ્થળે પાણી પહોંચાડવા માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે પહોંચાડી શકાય તેની સુચના આપી છે. આ બેઠકમાં બિલ્ડર વિનુભાઇ અમીપરા, મનોજ જોબનપુત્રા, જયંતિભાઇ વઘાસીયા, ભાવેશભાઇ વેકરીયા, એસપી વાસમશેટ્ટી રવી તેજા, પાર્થ ગીરીશભાઇ કોટેચા, રામ સવાણી સહિતના ઉપસ્થિત હતા.

બીજાનું તૂટવું જોઇએ, મારું સલામત રહે એવી માનસિકતા
ધારાસભ્ય સંજયભાઇએ ટીપી સ્કીમને લઇને ઉઠેલી ચર્ચા વખતે શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે, જૂનાગઢમાં એવી માનસિકતા છેકે, બીજાનું તૂટે કે જમીન કપાવી જોઇએ. પણ પોતાનું બિલ્ડીંગ તૂટવું કે જમીન કપાત ન થવી જોઇએ. આ રીતે ક્યારેય શહેરનો વિકાસ ન થાય. બધાએ સંપીને નક્કી કરવું જોઇએ કે, ટીપ રોડ પહોળો કરવો છે તો તેમાં સહયોગ આપવો.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.