Wednesday, May 31, 2023

બોર્ડ મિટિંગમાં 62 વર્ષથી વધુ વયના પ્રોફેસરના પ્રવેશ મુદ્દે સભ્ય આકરા પાણીએ, કહ્યું- મિટિંગ રદ્દ નહીં કરો તો કોર્ટના દ્વાર ખખડાવીશ | On the issue of entry of a professor over 62 years of age in the board meeting, member Akara Pani said - If the meeting is not canceled, I will knock on the door of the court. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • On The Issue Of Entry Of A Professor Over 62 Years Of Age In The Board Meeting, Member Akara Pani Said If The Meeting Is Not Canceled, I Will Knock On The Door Of The Court.

વડોદરા6 કલાક પહેલા

  • કૉપી લિંક
સેનેટ સભ્ય કપિલ જોષી. - Divya Bhaskar

સેનેટ સભ્ય કપિલ જોષી.

વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં વિવાદ સામે આવ્યો છે. 62 વર્ષની વય વટાવી ચૂકેલા પ્રોફેસર જગદીશ સોલંકીને સભ્ય તરીકે ગેરકાયદેસર રીતે બોલાવામાં આવ્યા હોવાના આક્ષેપ સેનેટ સભ્ય કપિલ જોષીએ કર્યાં છે અને બોર્ડ મીટીંગ રદ્દ કરીને ફરીથી મીટીંગ બોલાવવાની માંગ કરી છે અને મીટીંગ રદ્દ કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પ્રક્રિયા ગેરકાનુની છે
વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીના સેનેટ સભ્ય કપિલ જોષીએ જણાવ્યું હતું કે, કોઇપણ યુનિવર્સિટીએ હંમેશા યુનિવર્સિટી અને રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવુ ફરજીયાત હોય છે અને આ નિયમોનું તમે પાલન ન કરો, તો એ પ્રક્રિયાએ ગેરકાનુની ગણાતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં અમારી ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કની ફેકલ્ટી બોર્ડની મીટીંગમાં બની, જે મીટીંગની અંદર 62 વર્ષની ઉપરની ઉંમરના પ્રાદ્યાપક જગદીશ સોલંકીએ હાજરી આપી, કોઇપણ પ્રાદ્યાપક જ્યારે 62 વર્ષની ઉપરનો હોય, સુપર એન્યુએશનમાં હોય તો પરીક્ષણ કે ઔપાચીરક મિટીંગમાં બેસી ન શકે અને બેસે તો એ સરેઆમ પ્રક્રિયાનો ભંગ ગણવામાં આવે છે

યુજીસીના પરિપત્રનો ભંગ કર્યો છે
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીન અને ફેકલ્ટી બોર્ડના ચેરમેન ભાવના મહેતાને મારો પ્રશ્ન છે કે, કયા હોદ્દાની રૂએ પ્રો. જગદીશ સોલંકીને આમંત્રણ પાઠવવામાં આવ્યું? આ યુજીસી અને રાજ્ય સરકારના પરિપત્રનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છે.

કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી
મારી રજીસ્ટ્રર સમક્ષ માંગ છે કે, બોર્ડ મીટીંગમાં જે પણ એજન્ડા લેવામાં આવ્યા હતા, તેને એજન્ડના રદ્દ કરવામાં આવે અને તાકિદે નવી મીટીંગ બોલાવવામાં અને ડીનને યુજીસીના નિયમોની જેને ગતાગમ નથી પડતી, તો એ ડીનની સામે પણ પગલા ભરવામાં આવે તેવી અમારી માંગણી છે. આવનારા દિવસોમાં આ મિટીંગ રદ્દ કરવામાં નહીં આવે તો અમે કોર્ટમાં જઇને પણ લડીશ.

Related Posts: