₹661 કરોડની સંપત્તિ ધરાવતા ધારાસભ્યનો ચૂંટણી ખર્ચ 30 લાખ તો મુખ્યમંત્રીનો 18 લાખ! | The election expenses of the MLA with assets of ₹661 crores are 30 lakhs and that of the Chief Minister is 18 lakhs! | Times Of Ahmedabad

અમદાવાદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ માત્ર 27 લાખ-ADR
  • વિધાનસભાના ઉમેદવાર 40 લાખ સુધી ખર્ચ કરી શકે

વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યોએ ચૂંટણીનો સરેરાશ ખર્ચ માત્ર રૂ. 27.10 લાખ કર્યો હોવાનું તારણ તેમણે રજૂ કરેલા હિસાબોમાંથી નીકળ્યું છે. ભાજપના ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ 27.94 લાખ, કોંગ્રેસના ધારાસભ્યોનો સરેરાશ ખર્ચ 24.92 લાખ, આપનો 15.63 લાખ દર્શાવાયો છે. 182 MLA પૈકી 23 (13%) ધારાસભ્યે ખર્ચમર્યાદાની રકમના 50%થી પણ ઓછો ખર્ચ દર્શાવ્યો છે.

ધારાસભ્યે ખર્ચમર્યાદાની રકમના 50%થી પણ ઓછો ખર્ચ દર્શાવ્યો
નિયમો અનુસાર વિધાનસભાના ઉમેદવાર 40 લાખ સુધી ખર્ચ કરી શકે છે. જીતેલા ઉમેદવારો દ્વારા ખર્ચની વિગતોના એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા કરાયેલા વિશ્લેષણમાં આ વિગતો બહાર આવી છે. લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 78 પ્રમાણે ચૂંટણીખર્ચની વિગતો ઉમેદવારોએ ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના એક મહિનામાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાની હોય છે.

દર્શાવવામાં આવ્યો છે, તેમાં ઘણી તફાવત જોવા મળે ​​​​​​​
​​​​​​​
એડીઆર દ્રારા નોંધવામાં આવ્યું છે કે ચૂંટણી વખતે જે રીતે પ્રચાર, પ્રસાર, સભાઓ રેલી, અને અન્ય રીતે પૈસા ખર્ચવામાં આવે છે, અને જે ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, તેમાં ઘણી તફાવત જોવા મળે છે. પણ પક્ષ દ્વારા કરવામાં આવેલ જનરલ ખર્ચની વિગત આપવાની થતી ન હોવાથી ચૂંટણીમાં જે ખર્ચ થાય છે, તેનો સાચો આંકડો મળતો નથી.

હિસાબકિતાબ… | ધારાસભ્યોએ 77 ટકા ફંડ પક્ષો પાસેથી મેળવ્યું, 12 ટકા પોતાનું તો 7 ટકા અન્ય સ્રોતોમાંથી ઊભું કર્યું

​​​​​​​સૌથી અમીર ધારાસભ્યોએ કેટલો કર્યો ખર્ચ…

જયંતિ પટેલ ભાજપ (માણસા) સંપત્તિ – 661 કરોડ ખર્ચ – 30.61 લાખ

બળવંતસિંહ રાજપૂત ભાજપ (સિદ્ધપુર) સંપત્તિ – 372 કરોડ ખર્ચ – 27.23 લાખ

રમેશ ટિલાળા ભાજપ (રાજકોટ દ.) સંપત્તિ -175 કરોડ ખર્ચ – 35.29 લાખ

182માંથી 157 એટલે કે 86 ટકા ધારાસભ્યોને પોતાના પક્ષ તરફથી ફંડ મળ્યું તો 25 એટલે કે 14 ટકાને પાર્ટી ફંડ નથી મળ્યું. 60 એટલે કે 33 ટકા ધારાસભ્યોએ લોન, ભેટ કે દાન દ્વારા ફંડ મળ્યું હતું. 174 એટલે કે 96 ટકા ધારાસભ્યોએ પોતાના અંગત ફંડનો પણ ઉપયોગ કર્યો હતો, આઠ એટલે કે 4 ટકાએ અંગત ફંડનો ઉપયોગ કર્યો નહોતો.

મોટાં નામોએ ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો

નામ હોદ્દો ખર્ચ
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી 18.74 લાખ
શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ 34.36 લાખ
કનુ દેસાઇ નાણા મંત્રી 27.51 લાખ
ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી 21.08 લાખ
હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી 21.85 લાખ

​​​​​​​

સૌથી ઓછો ખર્ચ દર્શાવનારા 5 ધારાસભ્ય

નામ પક્ષ ખર્ચ
કાંધલ જાડેજા સપા (કુતિયાણા) 6.87 લાખ
અમિત ચાવડા કોંગ્રેસ (આંકલાવ) 9.28 લાખ

નારણભાઈ મકવાણા

આપ (બોટાદ) 9.64 લાખ
સુધીર વાઘાણી આપ (ગારિયાધાર) 12.16 લાખ
ભૂપેન્દ્ર ભાયાણી આપ (વિસાવદર) 12.39

​​​​​​​

સૌથી વધુ ખર્ચ દર્શાવનારા પાંચ ધારાસભ્ય

નામ પક્ષ ખર્ચ
ડૉ. જયરામ ગામિત ભાજપ (નિઝર) 38.65 લાખ
લક્ષ્મણજી ઠાકોર ભાજપ (કલોલ) 37.78 લાખ
કિરીટસિંહ ડાભી ભાજપ (ધોળકા) 36. 09 લાખ
સંજય કોરડિયા ભાજપ (જૂનાગઢ) 35.79 લાખ
પબુભા માણેક ભાજપ (દ્વારકા) 35.76 લાખ

​​​​​​​

أحدث أقدم