ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારની મિલકતો બે વર્ષમાં 69 હજારથી વધીને 1.76 લાખ થઈ, દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 95 હજાર મિલકતો | Properties in Gandhinagar Corporation area increased from 69 thousand to 1.76 lakh in two years, the highest in South Zone at 95 thousand properties. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Properties In Gandhinagar Corporation Area Increased From 69 Thousand To 1.76 Lakh In Two Years, The Highest In South Zone At 95 Thousand Properties.

ગાંધીનગર7 કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ પાછલા બે વર્ષમાં રૂ.300 કરોડથી વધીને રૂ.1000 કરોડ નજીક પહોંચી ગયું છે. ત્યારે શહેરની સમૃદ્ધિ અને કોર્પોરેશનની આવકમાં પણ તીવ્ર ઉછાળો આવી રહ્યો છે. વર્ષ 2021 માં કોર્પોરેશન વિસ્તારમાં માંડ 69 હજાર મિલકત હતી, જે 2023માં વધીને 1.76 લાખ જેટલી થઈ છે. આ સાથે મિલકત વેરાનું ઉઘરાણું રૂ.26.40 કરોડથી વધે 80.43 કરોડે પહોંચ્યું છે.

ગાંધીનગર કોર્પોરેશન સૂત્રોના જણાવ્યાં ંઅનુસાર, 2021ના વર્ષ સુધી પાટનગરના જૂના વિસ્તારોની મિલકતો જ આવરી લેવાઈ હતી અને તેના વેરા પેટે રૂ.26.40 કરોડની આવક મળવાપાત્ર હતી. કોર્પોરેશન વિસ્તારમાં વધારો થયા બાદ મિલકતોના સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. જેના પગલે રહેણાક-વાણિજ્યિક મિલકતોનો વેરો રૂ.77.63 કરોડે પહોંચ્યો હતો.

આ સાથે મિલકતોની સંખ્યા 68,970થી વધીને 1,72,371 થઈ હતી. મિલકતોની સંખ્યા અને વેરામાં વધારો થવા છતાં કોર્પોરેશન દ્વારા બાકી રહી ગયેલી મિલકતો નોંધવા ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઝુંબેશના પગલે પાછલા પાંચ મહિનામાં જ 4048 નવી નોંધણી થઈ છે અને તેનાથી રૂ.2.80 કરોડની નવી આવકનો માર્ગ ખૂલ્યો છે.

2021ના વર્ષ સુધી ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારની ઝોનમાં વહેંચણી થઈ ન હતી. વર્ષ 2022માં ઝોન નિર્ધારિત થયા હતા અને મિલકત વેરાનો સર્વે પણ હાથ ધરાયો હતો. પરિણામે ત્રણેય ઝોનની કુલ મિલકત 1,72,371 હતી. ઉત્તર ઝોન એટલે કે વોર્ડ 1, 2, 3 અને 7માં 50,840 મિલકત નોંધાયેલી હતી. વોર્ડ 4,5 અને 6નો વિસ્તાર ધરાવતા મધ્ય ઝોનમાં 29,369 મિલકત નોંધાયેલી હતી. દક્ષિણ ઝોન (વોર્ડ 8,9,10 અને 11)માં 92,162 મિલકત નોંધાઈ હતી.

આમ ત્રણેય ઝોનની કુલ મિલકતમાંથી 50 ટકાથી વધુ મિલકત માત્ર દક્ષિણ ઝોનમાં આવેલી છે. દક્ષિણ ઝોનમાં સેક્ટર – 1 થી 8 અને નવા અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના નવા સમાવિષ્ટ વિસ્તારોનો સમાવેશ થાય છે. ન્યૂ ગાંધીનગરના વિસ્તારોમાં મોટા પાયે નવી સ્કીમો બની રહી હોવાથી ટેક્સ ખાતા દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે. જેમાં ટેક્સ ઈન્સ્પેક્ટર સ્થળ પર જઈને નહીં નોંધાયેલી મિલકતો આઈડેન્ટિફાય કરે છે. કર્મચારીઓ દ્વારા સ્થળ તપાસ અને મિલકતધારકોની જાગૃતિના પગલે આ વર્ષે જ 4048 મિલકતો નવી નોંધાઈ છે. જેના કારણે 2023માં કુલ મિલકતોની સંખ્યા 1,76,419 અને વેરાનુ માગણુ રૂ.80.43 કરોડ થયું છે.

ઉલ્લેખનીય છે કે, મનપામાં સરગાસણથી ભાટ અને કોટેશ્વરથી ખોરજ સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં મોટા પાયે નવી-નવી સ્કીમો બની રહી છે અને તેના કારણે ગાંધીનગર કોર્પોરેશનની કુલ મિલકતોમાંથી 50 ટકાથી વધુ મિલકતો આ વિસ્તારમાં આકાર પામી છે. સૂત્રોનાં કહેવા મુજબ, સર્વે બાદ પાછલા ચાર-પાંચ મહિનામાં 4048 મિલકતો નવી નોંધાઈ છે. નવી નોંધાયેલી મિલકતોમાંથી 80 ટકા મિલકતો દક્ષિણ ઝોન વિસ્તારની છે. જ્યારે 15 મિલકત ઉત્તર ઝોનમાં અને પાંચ ટકા મિલકત મધ્ય ઝોનમાં વધી હોવાનો અંદાજ છે.

આમ બે વર્ષમાં મિલકતવેરાની આવક 100 કરોડને આંબી જશે. નવી મિલકતોની નોંધણી અને અસરકારક વસૂલાત માટે કોર્પોરેશન તંત્ર દ્વારા પરિણામલક્ષી સંકલન માટે આયોજન હાથ ધરાયું છે. બીયુ પરમિશન મંજૂર થઈ હોય તેવી દરેક સ્કીમ અને મિલકતની વિગતો ટેક્સ શાખાને સોંપવાનો નિર્ણય લેવાયો છે. બીયુ પરમિશનના દસ્તાવેજોમાં મિલકતની સંખ્યા સાથે તેના લોકેશનને પણ દર્શાવવામાં આવશે. જેથી સ્થળ પર જઈને મિલકતની આકારણી કરવાનું વધું સરળ બનશે.

આગામી ચાર-પાંચ મહિનામાં જ 4000 જેટલી મિલકતો વધારે નોંધાઈ છે અને તેમાંથી મિલતવેરાની આવકમાં રૂ.2.80 કરોડનો વધારો થયો છે. મનપા તંત્ર દ્વારા પાછલા કેટલાક મહિનામાં નવી અડધો ડઝન ટીપી જાહેર કરવામાં આવી છે. આ ટીપી વિસ્તારોમાં હજારો નવી મિલકતો આકાર લેશે. આ ઉપરાંત હજુ કેટલીક ટીપી દિવાળી સુધીમાં ખોલવામાં આવશે. જેના કારણે આ વર્ષના અંત સુધીમાં મિલકત વેરાની આવક રૂ.90 કરોડને અને આગામી વર્ષ સુધીમાં રૂ.100 કરોડને આંબી જાય તેવો અંદાજ છે.

أحدث أقدم