السبت، 20 مايو 2023

દહેજના મુલેરના દરિયાકાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના લોકો ડૂબ્યા, એક છોકરાને બચાવવા ગયેલા અન્ય લોકો એક બાદ એક ડૂબ્યા | 7 beachgoers drown in Muller village of Dahej, rescue of drowning girl drowns one after another | Times Of Ahmedabad

ભરૂચ6 કલાક પહેલા

  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના દહેજના મુલેર ગામે દરિયામાં ડૂબી જવાથી એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મુલેર ગામના ગોહિલ પરિવારના લોકો આજે દરિયાકાંઠે ન્હાવા ગયા હતા. ત્યારે એક છોકરો ડૂબવા લાગતા પરિવારના અન્ય લોકો તેને બચાવવા જતા એક બાદ એક તમામ લોકો ડૂબ્યા હતા. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ અને પોલીસનો કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો હતો. હોસ્પિટલ પર પરિવારના સભ્યોમાં આક્રંદનો માહોલ છવાયો હતો.

દરિયામાં અમાસની ઓટ પાંચ જિંદગીને તાણી ગઈ
ભરૂચ જિલ્લાના દહેજના મુલેર ગામના ગોહિલ પરિવારના સાત સભ્યો આજે અમાસ હોવાથી દરિયાકાંઠે ફરવા ગયા હતા અને અહીં ન્હાવાની મજા માણી રહ્યા હતા. આજે અમાસની ભરતી બાદ ઓટનો સમય હતો ત્યારે પરિવારના સભ્યો ન્હાઈ રહ્યા હતા ત્યારે એક છોકરો ડૂબવા લાગતા પરિવારના અન્ય સભ્યો તેને એક બાદ એક બચાવવા જતા તમામ ડૂબ્યા હતા. તાબડતોડ આસપાસથી અન્ય લોકો દ્વારા તમામને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બેની સારવાર હાલ ચાલી રહી હોવાનુ જાણવા મળ્યું છે.

મૃતકોના નામ
યોગેશભાઈ દિલીપભાઈ ગોહિલ (ઉ.વ. 19)
તુલસીબેન બળવંતભાઈ ( ઉ.વ.20)
જાન્વી રાજેશભાઈ ( અઢી વર્ષ)
આર્યા
રિંકલબેન બળવંતભાઈ (ઉ.વે. 15)

બચાવી લેવાયેલા બે વ્યકિત
અંકિતાબેન બળવંતભાઈ ગોહિલ
કિંજલ ગોહિલ

અંકિતાએ કહ્યું- મારો ભાઈ ડૂબવા લાગતા અમે બધા બચાવવા પડ્યા
મુલેરના દરિયામાં સર્જાયેલા દુર્ઘટનામાં બચી ગયેલી અંકિતાએ કહ્યું હતું કે, અમે બધા દરિયાકાંઠે ગયા હતા. ત્યારે મારો ભાઈ ડૂબવા લાગતા અમે બધા બચાવવા ગયા હતા. ત્યારે બધા લોકો દેખાતા બંધ થઈ ગયા હતા અને અમે ડરી ગયા હતા. જેથી અમે મારા મમ્મી-પપ્પાને ફોન કરીને જાણ કરી હતી. બધા આવ્યા પછી બધાને બહાર કાઢી લાવ્યા હતા.

વાગરાના ધારાસભ્ય અને ભરૂચ એસપી હોસ્પિટલ પર પહોંચ્યા

વાગરાના ધારાસભ્ય અને ભરૂચ એસપી હોસ્પિટલ પર પહોંચ્યા

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.