No results found

    અમરેલીના વેપારીના નામે ઈન્ટરનેટથી 7 બોગસ પેઢી ખોલનાર શખ્સને ભાવનગર સાઈબર ક્રાઈમે ઝડપી પાડ્યો | Bhavnagar cyber crime nabs man who opened 7 bogus firms on internet in name of Amreli businessman | Times Of Ahmedabad

    અમરેલી4 કલાક પહેલા

    • કૉપી લિંક

    અમરેલી શહેરમાં એપ્રિલ મહિનામાં વેપારી ચંદ્રેશભાઈ સંઘવીના ઘરે ઇન્કમટેક્ષ વિભાગની એક નોટિસ મળી કેટલાક નાણા ભરવા બાબતે નોટિસ મળ્યા બાદ પોતાના સી.એ.ને બતાવતા આવી કોઈ પેઢી કોઈ હતી નહિ ત્યારબાદ અમરેલી સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને રાજયમાં ગુજરાતમાં અલગ અલગ આ પ્રકારની ઘટનાઓ વધુ સામે આવતા ભાવનગર રેન્જ આઈ.જી.પી.ગૌતમ પરમારને કેટલીક તપાસ સોપાય હતી જેમાં એસ.આઈ.ટી.સીટની રચના કરી હતી અને ભાવનગરની તપાસો ચાલતી હતી આ વચ્ચે આ અમરેલીની તપાસ પણ ભાવનગર સીટને સોંપતા અમરેલી ફરિયાદના આધારે જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો જેમાં આજે ભાવનગર સાઈબર ક્રાઇમ એ ભાવનગર શહેરમાંથી એક આરોપી ફિરોજ ઉર્ફે પિન્ટુ ગફાર ખાન પઠાણની ધરપકડ કરતા તેમની પૂછ પરછ શરૂ કરતાં તેમની બોગસ પેઢીઓ બનાવી હોવાની પોલીસ તપાસમાં કબૂલાત આપતા તેમની ધરપકડ કરી વધુ તપાસ માટે અમરેલી કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ મળ્યા છે.

    ઈન્ટરનેટના માધ્યમથી આખુંય સ્કેન્ડલ ચાલતું હતું
    ઇન્ટરનેટના માધ્યમોથી હવે જી.એસ.ટી બોગસ પેઢીઓ બનાવી કૌભાંડ આચરે છે જેથી સરકારને જી.એસ.ટી.નું પેમેન્ટ ભરવું ન પડે આ રીતે કૌભાંડ વધતા સાઇબર ક્રાઇમ પોલીસ પણ વધુ આ દિશામાં સક્રિય થઈ છે આજે આ ફરિયાદી ચંદ્રેશભાઈ સંઘવીને પહેલા ટેક્સ ભરવાની નોટિસ મળતા ચોકી ઉઠ્યા હતા પરંતુ પોલીસએ જી.એસ.ટી.વિભાગ માંથી તપાસ કરાવતા આ ચંદ્રેશભાઈના નામે 7 પેઢીઓ ચાલતી હતી 3 ગુજરાત, 2 તમિલનાડુ,2મહારાષ્ટ્રમાં બોગસ પેઢીઓ ચાલતી હતી અને ફરિયાદ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે હાલમાં પકડાયેલા આરોપીની પૂછ પરછ દરમ્યાન એક મોબાઈલ મળ્યો છે વધુ મોબાઈલ મળી આવે તેવી શકયતા જોવા મળી રહી છે

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال