દેવગઢ બારીઆ તાલુકામાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ એક વ્યક્તિની હત્યા કરનારને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી | Court sentences man to 7 years for murdering a man on suspicion of having an affair with his wife in Devgarh Baria taluka | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Court Sentences Man To 7 Years For Murdering A Man On Suspicion Of Having An Affair With His Wife In Devgarh Baria Taluka

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાની લીમખેડા કોર્ટ દ્વારા હત્યાના આરોપીને 7 વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારવાનો હુકમ કરાતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર આરોપી વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે એકને જાનથી મારી નાંખવા બાબતનો ગુનો દાખલ થયો હતો.

2021માં હત્યા કરવામા આવી હતી
ગત તા.21/5/21ના રોજ પ્રવિણભાઈ દોપસીંગભાઈ પટેલે (રહે. ભુવાલ, ચારી ફળિયું, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) પોતાના ગામમાં રહેતાં બુધાભાઈ મગનભાઈ પટેલને પોતાની પત્નિ સાથેના આડા સંબંધના વહેમમાં પ્રવિણભાઈએ બુધાભાઈને ધારદાર હથિયાર વડે ગળાના ભાગે મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે મૃતક બુધાભાઈના પિતા મગનભાઈ ભુરાભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી અને આરોપી પ્રવિણભાઈની પોલીસે અટકાયત કરી જેલ ભેગો કર્યાે હતો.

લીમખેડા કોર્ટે વધુ એક ચુકાદો આપ્યો
આ સમગ્ર મામલો લીમખેડાની એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં આજરોજ આ કેસનો ચુકાદો આવ્યો હતો. આરોપી પ્રવિણભાઈને 7 વર્ષની સજા અને 10હજાર રૂપીયાનો દંડ ફટકારવાનો હુકમ કરવામા આવ્યો હતો. લીમખેડા કોર્ટ દ્વારા અગાઉ પણ ઘણા ઐતિહાસિક ચુકાદા આપવામાં આવ્યાં હતાં.

أحدث أقدم