7 મેના રોજ એક દિવસીય ભાવનગર-ગાંધીગ્રામ, ભાવનગર-રાજકોટ અને અમરેલી-જૂનાગઢ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન દોડશે | Exam special train will run between Bhavnagar-Gandhigram, Bhavnagar-Rajkot and Amreli-Junagarh on May 7 | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત પંચાયત સેવા સેલેક્શન બોર્ડ દ્વારા 7મી મે, 2023 (રવિવાર)ના રોજ લેવાનારી પરીક્ષા (તલાટી કમ મંત્રી) દરમિયાન ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-ગાંધીગ્રામ, ભાવનગર-રાજકોટ, અમરેલી-જૂનાગઢ અને રાજકોટ-ભાવનગર વચ્ચે માત્ર એક દિવસ માટે વિશેષ ભાડા પર પરીક્ષા વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર માહિતી નીચે મુજબ છે

1. ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર (09579/09580)

આ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી સવારે 4.50 કલાકે ઉપડશે અને સવારે 09.15 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચશે. વળતી દિશામાં, આ ટ્રેન ગાંધીગ્રામથી 15.30 કલાકે ઉપડશે અને 20.10 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને વસ્ત્રાપુર સ્ટેશનો પર ઉભી રહેશે.

2. ભાવનગર-રાજકોટ-ભાવનગર સુપરફાસ્ટ (09591/09592)

આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 4.10 કલાકે ઉપડશે અને સવારે 8.50 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં, આ ટ્રેન રાજકોટથી 16.45 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ 21.40 કલાકે પહોંચશે. રૂટમાં આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર જં. વાંકાનેર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

3. અમરેલી-જૂનાગઢ-અમરેલી (09529/09530)

આ ટ્રેન અમરેલીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને સવારે 09.00 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 18.50 કલાકે અમરેલી પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં અમરેલી પરા, ચલાલા અને વિસાવદર સ્ટેશનો પર ઉભી રહેશે.

4. રાજકોટ-ભાવનગર-રાજકોટ સુપરફાસ્ટ (09537/09538)

આ ટ્રેન રાજકોટથી સવારે 4.15 કલાકે ઉપડી ભાવનગર ટર્મિનસ સવારે 09.25 કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 15.30 કલાકે ઉપડશે અને 20.30 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર જં, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે.

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકો છો.

أحدث أقدم