الأربعاء، 17 مايو 2023

ભાવનગરામં તસ્કરોએ ધોળે દિવસે ચોરીને અંજામ આપ્યો, 7 લાખના મુદ્દામાલની ચોરી | In Bhavnagar, traffickers carried out a broad daylight robbery, stealing goods worth Rs 7 lakh | Times Of Ahmedabad

ભાવનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં રહેતા અને જાણીતા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર ના બંધ મકાનમાં અજાણ્યા શખ્સોએ દિવસે તાળા તોડી રૂપિયા સાત લાખની કિંમત ની ચાંદની ચિઝ-વસ્તુઓ ચોરી કરી ફરાર થઈ જતાં તબીબે ભાવનગર આવી અજાણ્યા શખ્સો વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બંધ મકાનના કોઈ અજાણ્યા શખ્સોએ તાળા તોડ્યા
સમગ્ર બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશન માંથી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કાળાનાળા સ્થિત નાનભા વાડી માધવદિપ કોમ્પલેક્ષ પાછળ બંગલો ધરાવતા અને હાલ મહારાષ્ટ્ર ના પુના શહેરમાં રાજગૃહી સોસાયટીમાં રહેતા ડોક્ટર જયેશભાઇ નંદલાલ પંડ્યા પત્ની પુત્ર પુત્રવધૂ સાથે પુના શહેરમાં સ્થાયી થયા હોય અને ભાવનગર આવતા જતાં હોય દરમ્યાન ગત તા.16-5 ના રોજ બપોરે 12થી સાંજના 5 વાગ્યા દરમ્યાન નાનભા વાડી સ્થિત બંધ મકાનના કોઈ અજાણ્યા શખ્સોએ તાળા તોડી અંદર પ્રવેશી તિજોરીમાં રહેલ ચાંદીની બુફેડીસનો એક સેટ, વાટકા, ગ્લાસ, જગ, બાઉલ, ચાંદીના સિક્કા, ચાંદીના ઘરેણાં, બાળકોની કડલી, ચાંદીનો રથ તથા ચાંદીનો ગરબો મળી કુલ 10 કિલો ચાંદીની વસ્તુઓ જેની કિંમત રૂ.7,00,000ની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છુટતા તબીબની પુત્રીએ પિતાને જાણ કરતાં ડો.જયેશભાઇ પંડ્યા પરીવાર સાથે હવાઈ માર્ગે ભાવનગર આવી ઘરમાં ખરાઈ કરી અજાણ્યા શખ્સો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.