ભુજ મુવીમાં સંજય દત્તે જે રણછડો પગીનો રોલ કર્યો હતો તે હવે ધોરણ 7માં ગુજરાતી વિષયમાં ભણાવાશે | Sanjay Dutt's role of Ranchho Pagi in Bhuj movie will now be taught in Gujarati subject in class 7 | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

બૉલીવુડ મુવી ભુજમાં સંજય દત્તે રણછોડ પગીનો રોલ કર્યો હતો.રણછોડ પગી મૂળ ગુજરાતી હતા અને સેનમાં ના હોવા છતાં ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં સેનાને ખૂબ જ મદદ કરી હતી.આ રણછોડ પગીનો પાઠ હવે ધોરણ 7ની ગુજરાતી વિષયના પુસ્તકમાં ભણાવવામાં આવશે.ગુજરાતી વિષયમાં સુધારો કરી આ પાઠ ઉમેરવામાં આવ્યો છે.

ધોરણ 7માં રવજી ગબાની દ્વારા એક માણસનું સૈન્ય નામથી પાઠ લખવામાં આવ્યો છે.આ પાઠ નવા સત્રથી ધોરણ 7ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.આ પાઠમાં સેનાની મદદ કરનાર રણછોડ પગીનો ઇતિહાસ આવરી લેવામાં આવ્યો છે.પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ વર્ષે ધોરણ 7ના ગુજરાતી વિષયના પુસ્તકમાં સુધારો કરીને પાઠ ઉમેરવામાં આવ્યો છે.ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં રણછોડ રબારીએ ભારતના સૈનિકોને મદદ કરી હતી.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રહેતા રણછોડ રબારીએ 1965 અને 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ખૂબ મદદ કરી હતી.રણછોડ રબારી કોઈ પણ વ્યક્તિના પગ ઓળખવામાં માહેર હોવાથી તેમનું નામ પગી પડ્યું હતું.રણછોડ પગીના નામની ચેક પોસ્ટ પણ છે જેનું નામ રાણછોડદાસ પગી પોસ્ટ છે.પ્રથમવાર ગુજરાતના અભ્યાસક્રમમાં રણછોડ પગીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.બૉલીવુડની ભુજ ફિલ્મમાં પણ રણછોડ પગીનો રોલ સંજય દત્તે કર્યો હતો.

أحدث أقدم