અમદાવાદમાં 70 જેટલા રોડ દબાણોના કારણે ખોલી શકાયા નથી, 28 મે સુધીમાં કામગીરી પૂર્ણ કરવા સૂચના | As many as 70 roads in Ahmedabad could not be opened due to pressures, instructions to complete the work by May 28 | Times Of Ahmedabad

અમદાવાદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા રોડ બનાવવાની કામગીરીની ચર્ચા કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને રોડ બિલ્ડિંગ પ્રોજેક્ટના અધિકારીઓ તેમજ એસ્ટેટ વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. શહેરમાં આવેલા 70 જેટલા રોડ પર નડતરરૂપ દબાણો અને યુટીલિટી હોવાથી રોડ ખોલી શકાયા નથી, જેને લઈને આજે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા રોડ પર નડતરરૂપ દબાણો કેવી રીતે દૂર કરવા ઉપરાંત યુટિલિટી નડતરરૂપ હોય તો અન્ય સ્થળે ખસેડી રોડ ખોલવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીમાં કેસોનો નિકાલ કરવા અંગે ચર્ચા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના પ્રોજેક્ટના અધિકારીઓ એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાથે આજે બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા રોડ પર ક્યાંક દબાણ અને ક્યાંક કોઈ કોર્પોરેશનની અથવા ફૂટપાથ ખોલવાની અથવા પહોળાઇ રહી જાય છે, જેના કારણે રોડ ખુલ્લો થઈ શકતો ન હોવાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ રોડમાં કોર્ટમાં કેસ છે તો તેવા કેસોનો કેવી રીતે નિકાલ આવે વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં એવા કુલ 70 જેટલા રોડ છે, જેમાં નડતરરૂપ દબાણો, ફૂટપાથ અને અન્ય કારણોસર રોડ ખોલી શકાયા નથી તો આગામી 28 મે સુધીમાં તેને ઝડપથી દબાણો દૂર કરી અને રોડ ખોલવા સૂચના આપવામાં આવી છે. જેના કારણે 15 જૂન સુધી ચોમાસા પહેલા જ્યાં પણ રોડ બનાવવાની કામગીરી છે તે ઝડપથી કરી શકાય.

શહેરમાં ​​​​​​70 જેટલા રોડ- રસ્તા બનાવવામાં અવરોધ બન્યા
આજે મળેલી બેઠકમાં પૂર્વ વિસ્તારના ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોન તેમજ પશ્ચિમ વિસ્તારના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનની ચર્ચા થઈ હતી. બેઠકમાં પશ્ચિમ વિસ્તારમાં ઇસ્કોનથી રાજપથ ક્લબ અને પટેલ એવન્યુ થઈ ગુરુદ્વારા સુધીનો સર્વિસ રોડની ચર્ચા થઈ હતી, જેમાં રોડ ઉપર દબાણ છે જેનો કોર્ટમાં કેસ ચાલે છે. બોપલ તળાવથી ટાઈગર સુધીના રોડ ઉપર પણ દબાણ છે જે દબાણને દૂર કર્યા બાદ જ કાર્યવાહી થઈ શકશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. કેટલીક જગ્યાએ દબાણો, પઝેશન નહીં મળતાં, સ્મશાનગૃહની દીવાલ, ખાનગી સોસાયટીની દીવાલ, ડ્રેનેજ લાઈન અને સ્ટ્રક્ચર નડતરરૂપ હોવાના કારણે તેમજ કોર્ટ મેટર સહિતના કારણો શહેરમાં 70 જેટલા રોડ- રસ્તા બનાવવામાં અવરોધ બન્યા છે.

ક્યાં-ક્યાં રોડ અંગે ચર્ચા થઈ?​​​​​​​
​​​​​​​
હેબતપુર ફાટકથી રેલવે પેરેલલ થલતેજ ફાયર સ્ટેશન સુધીચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તાથી પ્રકાશનગર વિભાગ-2ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તાથી વિશ્વકર્મા મંદિરવિશ્વકર્મા મંદિરથી હોન્ડા શો રૂમબોપલ તેજસ સ્કૂલથી શકિત માતા મંદિર સુધીપ્રહલાદનગર હરણ સર્કલથી રામદેવનગર સુધીસરખેજ બરફની ફેક્ટરીથી નસેમાન સોસાયટી, રોયલ પાર્ક સુધીઘોડાસર ચાર રસ્તાથી આવકાર હોલ સુધીનો ખારીકટ કેનાલ સર્વિસ રોડઘોડાસર ભક્તિનગર કેનાલ થી પીડી પંડ્યા કોલેજ થઈ વાંદરવટ તળાવ સુધીનારોલ સર્કલથી હાઈફાઈ જંકશન થઈ થર્મકુંજ સુધીવિજયનગર મેટ્રો સ્ટેશનથી અખબાર નગર સર્કલ જીએસટી રેલવે ક્રોસિંગથી બલોલ નગર સર્કલકેશવનગર ખાડીયાની ચાલીથી ચીમનભાઈ પટેલ બ્રિજમોટેરા અવિચલ ફ્લેટથી વિસત સર્કલઅમરાઈવાડી નાગરવેલ મંદિરથી ત્રિદેડી મંદિર

أحدث أقدم