આગ બુઝાવવા જ્યાં ફાયર ફાઇટર નથી પહોંચી શકતા ત્યાં પહોંચે છે સ્વદેશી રોબોટ, 700 ડિગ્રીમાં પણ કરી શકે છે કામ | Homegrown robot goes where fire fighters can't, can work in 700 degrees | Times Of Ahmedabad

અમદાવાદ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બાપુનગરના વિકાસ એસ્ટેટમાં અચાનક જ ફટાકડા બજારમાં આગ લાગી હતી. એક દુકાનમાં આગ લાગતા આગ ધીમે ધીમે વધુ ફેલાતા અન્ય દુકાનોમાં પણ આગની ચપેટમાં આવી હતી. ફટાકડાની વધુ દુકાન હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ત્યારે ફાયરની ટીમે ચાર કલાક જેટલું પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો છે. જેમાં ફાયરની ટીમની રોબોટે પણ મદદ કરી હતી. ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવા માટે ઓટોમેટીક રોબોટ રાખવામાં આવ્યો છે. જ્યાં ફાયર ફાઈટરના જઈ શકે તે જગ્યાએ જઈને આગ બુઝાવી શકે છે.

રોબોટ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો
ફાયરની 15થી વધુ ગાડી આગ બુઝાવવાના કામે પહોંચી હતી. પરંતુ કોઈ પણ ફાયર ફાઈટર રોબોટે કર્યું તે કામ ના કરી શક્યો. ફાયર વિભાગના રોબોટને તેના ઉપર લાગેલા કેમેરા વડે ઓપરેટ કરીને આગ લાગી તે દુકાન અને ગોડાઉન પાસે પહોંચાડવામાં આવ્યો હતો. ત્યારબાદ બહારથી રીમોટ વડે રોબોટને ઓપરેટ કરવામાં આવ્યો જ્યાં ખૂબ જ આગ લાગી હતી. ત્યાં જઈને રોબોટ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. લગભગ એક કલાકથી વધુ સમય સુધી રોબોટનો આગ બુઝવવાના કામ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોબોટ 700 ડિગ્રીમાં પણ કામ કરી શકે છે. અગાઉ પણ આ પ્રકારના રોબોટના ઉપયોગ કરવામાં આવ્યા છે.

ફાયર ફાઈટરની મદદે ઓટોમેટીક રોબોટ
ફાયર વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ચાર રોબોટ રાખવામાં આવ્યા છે. જયારે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવે ત્યારે રોબોટને સાથે લઈ જવામાં આવે છે. ઓટોમેટીક રોબોટ ફાયર ફાઈટરની ખૂબ જ મદદ કરે છે. કેટલાક સંજોગમાં ફાયર ફાઈટર આગ બુઝવવા આગથી વધારે નજીક જતા રહે ત્યારે તેઓ ઇજાગ્રસ્ત થઈ જાય છે. જ્યારે આ રોબોટ અંદર જાય ત્યારે તેને કોઈ નુકસાન થતું નથી. ઉપરાંત તેના વહીલ પણ અલગ પ્રકારના બનાવવામાં આવ્યા છે જેથી તે કોઈપણ જગ્યાએ સરળતાથી જઈ શકે.

ફાયર ફાઈટર રોબોટ બહુ તાકાતવર સાધન છે
ફાયર ફાઈટર મિતેશ પટેલે જણાવ્યું હતું કે ફાયર ફાઈટર રોબોટ અમારો આધુનિક અને બહુ તાકાતવર સાધન છે. જ્યાં માણસ ના જઈ શકે ત્યાં રોબોટ જઈને આગ પર પાણીનો મારો ચલાવે છે. આગ બુજાવવા માટે આધુનિક રોબોટ ખૂબ જ ઉપયોગી રહ્યું હતું.આજે અમે જ્યાં એન્ટ્રી ના લઈ શક્યા ત્યાં રોબોટ એન્ટ્રી લીધી હતી.રોબોટ અમારા માટે હથિયારરૂપ છે. જે સારામાં સારી રીતે આગ પર કાબુ મેળવી શકે છે.

أحدث أقدم