72 કરોડના ખર્ચે બનેલા સિટી બસ સ્ટેન્ડમાં પીવાનું પાણી પણ નથી, તૂટેલા બાંકડા- બંધ પંખા,ટિકિટ કરતા પાર્કિંગ-ટોયલેટનો ચાર્જ વધુ! | The city bus stand built at a cost of 72 crores does not even have drinking water, broken banks-fans, flour in the name of facility. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The City Bus Stand Built At A Cost Of 72 Crores Does Not Even Have Drinking Water, Broken Banks fans, Flour In The Name Of Facility.

વડોદરા24 મિનિટ પહેલાલેખક: રોહિત ચાવડા

  • કૉપી લિંક

આ છે વડોદરાનો જનમહલ… પરંતુ માત્ર નામનો! રૂપિયા 72 કરોડના ખર્ચે તૈયાર થયેલ પાંચ માળના આ મહેલ નામક સિટી બસ સ્ટેન્ડમાં પ્રજા માટે કહેવા ખાતર એક પણ સુવિધા ઉપલબ્ધ નથી…છે તો તૂટેલા બાંકડા, બંધ પંખા અને ઠંડા પાણીનું માત્ર નામનું કુલર જેના નળ પર મુસાફરો બળ આપી આપીને થાકી ગયા પણ તેમાંથી ઠંડા પાણીની એક બુંદ પણ નથી નીકળતી.., નીકળે છે તો મુસાફરોની વેદના અને માંગ કે,’આવા ભર ઉનાળે પીવાનું પાણી અને પંખા તો આપો!’..વડોદરાના હાર્દ સમા સયાજીગંજ વિસ્તારમાં આવેલ જનમહેલ સિટી બસ સ્ટેન્ડ પર દૈનિક એક લાખ મુસાફરો આવે છે. કારણ કે અહીંથી ST બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના માર્ગ પરિવહનના તમામ સ્થળો પર સરળતાથી પહોંચી શકાય છે છતાં મુસાફરોને અહીં સિટી બસની રાહ જોવા માટે કપરી સ્થિતિ માંથી પસાર થવું પડે છે. આ મામલે દિવ્યભાસ્કરની ટીમ જયારે સ્થળ પર પહોંચી ત્યારે સમગ્ર સ્થિતિનો ચિતાર રજૂ થયો હતો.

કોઈ સુવિધાઓ મળતી નથી
વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પીપીપી ધારણે 72 કરોડના ખર્ચે બનેલા જનમહલ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના ઉપરના ભાગે હોટલ, ઓફિસ અને દુકાનો તૈયાર કરવામાં આવી હતી અને નીચેના ભાગે સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. ખાનગી એજન્સીને સિટી બસના મેઇન્ટનન્સની જવાબદારી સોપવામાં આવી હતી, પરંતુ જવાબદારો પોતાની જવાબદારી ભૂલી ગયા હોય તેમ હવે સિટી બસ સ્ટેન્ડમાં મુસાફરોને કોઈ સુવિધાઓ મળતી નથી.

તૂટેલા બાંકડા

તૂટેલા બાંકડા

10 પંખા તો બંધ હાલતમાં છે
સિટી બસ સ્ટેન્ડમાં ખાનગી એજન્સી દ્વારા 13 પંખા લગાવવામાં આવ્યા છે. જો કે, તેમાંથી માત્ર 3 પંખા ચલાવવામાં આવે છે. 10 પંખા તો બંધ હાલતમાં છે. પંખા બંધ હોવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં સિટી બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરો પરસેવે રેબઝેબ થઈ હેરાન પરેશાન થઇ ગયા છે. આ ઉપરાંત ટોઇલેટ પાસે જ એક વોટર કુલર મુકવામાં આવ્યું છે, પરંતુ તે પણ બંધ હાલતમાં છે.

વડોદરાના હાર્દ સમા સયાજીગંજ વિસ્તારમાં આવેલ જનમહેલ

વડોદરાના હાર્દ સમા સયાજીગંજ વિસ્તારમાં આવેલ જનમહેલ

એજન્સી આંખ આડા કાન કરીને બેઠી છે
મુસાફરો જો બળ લગાવી નળ દબાવે તો ધીરે ધીરે પાણી નીકળી શકે છે પરંતુ પાણી ભરવાની રાહ જુએ તો બસ પણ ચુકાઈ જાય…! ઓછું હોય તેમ મુસાફરો જયારે સિટી બસ સ્ટેન્ડમાં બે ઘડી બાંકડા પર બેસવા ચાહે છે પરંતુ બેસી નથી શકતા.. કેમ? સિટી બસ સ્ટેન્ડમાં મુકાયેલા બાંકડાઓ પણ તૂટી ગયા છે. આ બાબતે જેમણે નક્કર કામગીરી કરવાની હોય તે ખાનગી એજન્સી તો પોતાની જવાબદારીથી આંખ આડા કાન કરીને બેઠી છે.

ટિકિટ ભાડા કરતા તો પાર્કિંગ-ટોયલેટનો ચાર્જ વધુ!

ટિકિટ ભાડા કરતા તો પાર્કિંગ-ટોયલેટનો ચાર્જ વધુ!

બાંકડા તો એરપોર્ટ જેવી ક્વોલિટીના છે: પ્રોજેક્ટ હેડ
આ અંગે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જનમહલના પ્રોજેક્ટ હેડ ઝાહિદ પટેલે જણાવ્યું હતું કે, બધા પંખા નવા જ છે. પંખાની સ્વીચ ચાલુ કરવાની હોય છે. એ તો બસ સ્ટેન્ડવાળા જ ઓપરેટ છે. એમને જ્યારે જરૂર હોય, ત્યારે સ્વીચ ચાલુ કરે અને બસ સ્ટેન્ડ બંધ થઈ જાય ત્યારે બંધ કરી દે, એ સિસ્ટમ એમને આપેલી જ છે, છતાં હું તપાસ કરું છું. પીવાના પાણી બાબતે ઝાહિદ પટેલે જણાવ્યું હતું કે, વોટર કુલરની સર્વિસનો સમય થઈ ગયો હશે, એ હું ચેક કરાવી દઉં છું. અને બાંકડા પણ એરપોર્ટ પર હોય તેવી ક્વોલિટીના મુક્યા છે.

માત્ર 3 પંખા ચલાવવામાં આવે છે

માત્ર 3 પંખા ચલાવવામાં આવે છે

પંખા બાબતે કોઈ મૌખિક જાણ કરાઈ નથી: મેનેજર
વિનાયક સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, અમને પંખા ચાલુ કરવા બાબતે જનમહલ તરફથી કોઇ મૌખિક કે લેખિત જાણ કરવામાં આવી નથી. અમારે સ્વિચ ચાલુ કરવા બાબતે કોઇએ ક્યારેય કહ્યું નથી અને સ્વીચ ક્યાં છે એ પણ અમને ખબર નથી.

અહીં પીવાનું પાણી પણ મળતુ નથી: મુસાફર ધર્મેશભાઇ રાજપૂત

અહીં પીવાનું પાણી પણ મળતુ નથી: મુસાફર ધર્મેશભાઇ રાજપૂત

ટિકીટ ભાડા કરતા ખર્ચ વધુ
વડોદરા સિટી બસમાં કોઇ મુસાફરો 5 રૂપિયાથી લઇને 11 રૂપિયા સુધીમાં આખા શહેરમાં મુસાફરી કરી શકે છે. પરંતુ, જનમહલના પાર્કિંગમાં જ તેઓએ 10 રૂપિયા ચુકવવા પડે છે અને જનમહલના ટોઇલેટમાં લઘુશંકા કરવાના પણ 2 રૂપિયા ચુકવવા પડે છે. જેટલા રૂપિયા મુસાફરી થાય તેના કરતા તો ખાનગી એજન્સી વધારે રૂપિયા મુસાફરો પાસેથી પડાવી રહી છે. આવા રૂપિયા ઉઘરાવ્યા પછી પણ લોકોને પંખા, પાણી અને બાંકડા જેવી પ્રાથમિક સુવિધાઓ મુસાફરોને મળી રહી નથી.

હું તો હેરાન થઈ ગયો છું
આ હાલાકી અંગે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં મુસાફર ચંદુભાઇ ચુનારાએ જણાવ્યું હતું કે, મારે ખંભાત જવુ છે, જેથી સિટી બસ સ્ટેન્ડમાં આવ્યો છું. સોલિડ ગરમી પડી રહી છે, પરંતુ અહીં પંખા છે, પણ પંખા ચાલુ કરવામાં આવ્યા નથી. શું કરવાનું, હું તો હેરાન થઈ ગયો છું. ખૂબ ભયંકર ગરમી પડી રહી છે. હું ગરમીથી પાણી પાણી થઈ ગયો છું, અમને માત્ર પંખો જોઈએ છે. અહીં કોઇપણ પ્રકારની સુવિધાઓ નથી.

વોટર કુલર બંધ હાલતમાં છે

વોટર કુલર બંધ હાલતમાં છે

વોશરૂમનો ખોટો ચાર્જ લે છે
અન્ય મુસાફર ધર્મેશભાઇ રાજપૂતે જણાવ્યું હતું કે, ગરમી તો હાલ પુષ્કળ છે. અહીં નથી પંખા, નથી પાણી અને બેસવાની યોગ્ય સુવિધા પણ નથી. અહીં બાંકડા પણ તૂટી ગયા છે. અહીં પીવાનું પાણી પણ મળતુ નથી. જેથી પાણી વિના હેરાન પરેશાન થઈ ગયા છીએ વોશરૂમ જવાનો પણ ખોટો ચાર્જ લે છે, આવો ચાર્જ લીધા પછી પણ અહીં કોઇ સુવિધાઓ મળતી નથી.

જનમહલના ઉપરના ભાગે ઓફિસો, દુકાનો અને હોટલ બનાવવામાં આવી છે

જનમહલના ઉપરના ભાગે ઓફિસો, દુકાનો અને હોટલ બનાવવામાં આવી છે

સુવિધા ક્યારે મળશે?
ખાનગી એજન્સી દ્વારા વડોદરા મહાનગપાલિકાની જગ્યા પર પીપીપીના ધોરણે જનમહલ બનાવવામાં આવ્યું છે. જનમહલના ઉપરના ભાગે ઓફિસો, દુકાનો અને હોટલ બનાવવામાં આવી છે અને અહીં મલ્ટીપ્લેક્ષ બનાવવાનું પણ આયોજન છે અને જનમહલના નીચેના ભાગે તૈયાર કરાયેલા સિટી સ્ટેન્ડને મેઇન્ટનન્સની જવાબદારી ખાનગી એજન્સીની છે, પરંતુ, સિટી બસ સ્ટેશનનું યોગ્ય રીતે મેઇન્ટનન્સ કરવામાં આવતુ નથી અને મુસાફરોને સુવિધાઓ પણ મળતી નથી. ત્યારે જનતા એક જ સવાલ પૂછી રહી છે કે તેમને સુવિધા ક્યારે મળશે?

أحدث أقدم