760 રૂપિયાનું માસિક પેન્શન મોડું ચૂકવાતા વ્યાજ સહિતની રકમ મેળવવા અરજદાર 10 વર્ષ કોર્ટમાં લડ્યો | The petitioner fought in court for 10 years to get the late payment of Rs 760 monthly pension including interest | Times Of Ahmedabad

અમદાવાદ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચમાં રહેતા વિજય કુમાર ભટ્ટ અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. આ કંપનીમાંથી તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ યોજનાના સભ્ય હતા. 50 વર્ષની ઉંમરે તેઓ તે યોજના અંતર્ગત પેન્શન મેળવવાના અધિકારી હતા. આ અંગે તેઓએ ફોર્મ 10-D ભરીને તમામ કાગળિયા PF ઓફિસમાં જમા કરાવ્યા હતા. નિયમ મુજબ કાગળિયા જમા કરાયાના 30 દિવસની અંદર પ્રોવિડન્ટ ફંડ વિભાગે અરજદારનો ક્લેમ સેટલ કરવો પડે નહીંતર 12 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવી પડે.

અરજદારની રકમ અને પેન્શન મોડુ સેટલ કર્યું
આ કિસ્સામાં ક્લેમની તારીખ સુધીમાં અરજદારને PF ડિપાર્ટમેન્ટ દ્વારા પેન્શનના 15,732 અને માસિક 760 રૂપિયાનું પેન્શન ચૂકવવાનું નક્કી થયું પરંતુ, ત્યારબાદ વધારે 21 મહિના અને 25 દિવસ વીતી ગયા બાદ અરજદારને ઉપરોક્ત રકમ અને માસિક 760 રૂપિયા પેન્શન આપવાનું શરૂ કર્યું. અરજદારે 15,732 રૂપિયાની જગ્યાએ 16,593 રુપિયા લેવાના નીકળતું હોવાનું અને મોડા સેટલમેન્ટ બદલ 1894.86 રૂપિયા વ્યાજ ચૂકવવાની PF ડિપાર્ટમેન્ટને રજુઆત કરી. આ રજૂઆત PF ડિપાર્ટમેન્ટ દ્વારા ધ્યાને ન લેવાતા અરજદારે ડિસ્ટ્રીકટ કન્ઝ્યુમર કોર્ટ જિલ્લા કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. કમિશને ફરિયાદીની ફરિયાદ ગ્રાહ્ય રાખીને રિજીઓનલ પ્રોવિફન્ટ ફંડ કમિશ્નર, સુરતને ફરિયાદીને 10 હજાર રૂપિયા મોડુ પેમેન્ટ કરવા બદલ, માનસિક પીડા બદલ 07 હજાર રૂપિયા અને 10 હજાર રૂપિયાનો કાયદાકીય ચાર્જ અને 1894.86 રૂપિયા વ્યાજના ચૂકવવા હુકમ કર્યો હતો.

સ્ટેટ કમિશને કાયદાકીય ખર્ચના 15 હજાર ચૂકવવાનો હુકમ કર્યો
રિજીઓનલ પ્રોવિફન્ટ ફંડ કમિશ્નર સુરતે ડિસ્ટ્રીકટ કમિશનના નિર્ણયને સ્ટેટ કમિશનમાં પડકાર્યો હતો. તેમની રજુઆત હતી કે, ફરિયાદીએ ફોર્મની કોપી એટેસ્ટેડ નહોતી કરી. તે બાદમાં મળી પરંતુ, સ્ટેટ કમિશને ડિસ્ટ્રીકટ કમિશનના નિર્ણયને યોગ્ય ઠેરવતા વિજયભાઈને કાયદાકીય ખર્ચના 15, 000 રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો.

ભણેલાને ગોળ-ગોળ ફેરવે છે તો અભણ જોડે શું કરતા હશે?
આ અંગે અરજદારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, PF વાળાએ પહેલા તો મને સુરત ઓફિસના ધક્કા ખવડાવ્યા. ત્યાં એક વૃદ્ધ મહિલા પણ પેન્શન માટે ધક્કા ખાતી હતી. જેનો પુત્ર ગુજરી ગયો હતો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે, મારા હાથ-પગ તો ચાલે છે. આ લોકો ભણેલાને ગોળ-ગોળ ફેરવે છે તો અભણ જોડે શું કરતા હશે ? મને ગાંધીજી યાદ આવ્યા અને મે ગાંધી વિચારથી લડાઈ આપવાનું નક્કી કર્યું. હું ભરૂચમાં પણ જીત્યો અને અમદાવાદની અપીલમાં પણ જીત્યો. 30 દિવસના ક્લેમની જગ્યાએ PF વિભાગે 2 વર્ષ લગાડ્યા. હુ અત્યારે 63 વર્ષનો છું. આ કેસ 06 સપ્ટેમ્બર, 2013ના રોજ ગ્રાહક કોર્ટમાં ફાઈલ થયો હતો. જેનું જજમેન્ટ 27 એપ્રિલ, 2023ના રોજ આવ્યું હતું. આમ કેસ 09 વર્ષ, 07 મહિના અને 21 દિવસ ચાલ્યો હતો.

أحدث أقدم