ન્યુમોનિયા અને લીવરની બીમારીથી પીડિત રાજકોટનાં 79 વર્ષીય વૃદ્ધાને મુંબઈ ખસેડાયા | A 79-year-old man from Rajkot, suffering from pneumonia and liver disease, was shifted to Mumbai | Times Of Ahmedabad

રાજકોટ5 કલાક પહેલા

  • કૉપી લિંક

તાજેતરમાં રાજ્યસરકાર દ્વારા 108 ઈમરજન્સી સેવા અન્વયે દર્દીને જરૂર પડયે દૂરની કે અન્ય રાજ્યની હોસ્પિટલમાં સારવાર માટે એર એમ્બ્યુલન્સની સેવા શરુ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા મામલે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારે આજરોજ રાજકોટનાં 79 વર્ષીય વૃધ્ધાને 108ની એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડાયા હતા. વર્ષ 2022ની 21 માર્ચથી શરૂ થયેલ આ સેવાનો લાભ રાજકોટનાં 3 સહિત રાજ્યમાં અત્યાર સુધીમાં 24 દર્દીઓ લઇ ચુક્યા છે.

ન્યુમોનિયા અને લીવરની બીમારીથી પીડિત હતા
આ અંગેની વિગતો આપતાં 108 ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલે જણાવ્યું હતું કે, શહેરની ખાનગી હોસ્પિટલમાં 79 વર્ષીય હેમલતાબેન શાહ સારવાર હેઠળ હતા. તેઓ ન્યુમોનિયા અને લીવરની બીમારીથી પીડિત હોવાથી વધુ સારવાર અર્થે તાત્કાલિક મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત ઉભી થતાં એર એમ્બ્યુલન્સ મારફત મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. ડો. જીતેન્દ્રના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવના ડોડીયા તેમજ પાયલોટ નિમિશ પરમારએ 108 એમ્બ્યુલન્સ મારફત ખાનગી હોસ્પિટલથી સલામત રીતે દર્દીને રાજકોટ એરપોર્ટ ખાતે એર એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા.

ટૂંકા રન-વે પર ઉતરાણ કરવાની ક્ષમતા
ઉલ્લેખનિય છે કે, ગુજસેલ અને ઈ.એમ.આર.આઈ.ના સંયુક્ત ઉપક્રમે સરકાર દ્વારા 21 માર્ચ,2022 થી શરૂ થયેલી 108 એર એમ્બ્યુલન્સની સેવા અત્યાર
સુધીમાં રાજકોટ જિલ્લામાં હેમલતાબેન સહીત કુલ 3 દર્દીઓ સહીત ગુજરાતમાં 24થી વધુ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ખાનગી કરતા અંદાજે 50% સસ્તી સરકારી એર એમ્બ્યુલન્સ સેવા અત્યંત ટૂંકા રન-વે પર ઉતરાણ કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાં એક ડોક્ટર અને બે પેરામેડિકલ સ્ટાફ સહીત વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને ઈ.સી.જી. મોનિટર સાથેની જરૂરી તમામ સવલતો સાથે આ એમ્બ્યુલન્સ એરક્રાફ્ટ દર્દી જ્યાં હોય ત્યાં તે સ્થાનની શક્ય તેટલી નજીક ઉતરાણ કરવા સક્ષમ છે.

أحدث أقدم