જિલ્લામાં યુવા સંવાદ કાર્યક્રમો આગામી 8 મેથી 15 મે સુધી યોજાશે; ચોમાસું, પુર, વાવાઝોડા અને કુદરતી આફતોને પહોંચી વળવા તંત્રની પૂર્વ તૈયારી | Youth dialogue programs will be held in the district from May 8 to May 15; System pre-preparedness to deal with monsoons, floods, storms and natural calamities | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Youth Dialogue Programs Will Be Held In The District From May 8 To May 15; System Pre preparedness To Deal With Monsoons, Floods, Storms And Natural Calamities

પંચમહાલ (ગોધરા)29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જાણો તાલુકામાં ક્યાં ક્યાં યોજાશે આ કાર્યક્રમો…
ભારત દેશ જ્યારે G-20માં યજમાન બનવા જઈ રહ્યું છે, ત્યારે આ વખતે 18માં યજમાન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા યુવાનો જોડે સંવાદ કરવાનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને તેમજ તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના નેજા હેઠળ સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા મોરચાથી આખા ગુજરાત રાજ્યમાં યુવાનો જોડે સંવાદનો કાર્યક્રમ થવાનો છે.

તેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં યુવા સંવાદ અનેક કાર્યક્રમો યોજવા જઈ રહ્યું છે. એ કાર્યક્રમને લઈને આગામી તા 08/05/2023થી 15/05/2023 સુઘી વિવિધ જગ્યાએ સંવાદના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેમાં ઘોઘંબા તાલુકાના દેવની મુવાડી, કાલોલની નવરચના ગુરુકુળ વિદ્યામંદિર, શહેરા મીઠાલી પાવર હાઉસ, શહેરા નગર તળાવ, કાલોલના મલાવ ગામે, ગોધરાના વાલૈયા ગામે, હાલોલના વાંકડિયા પ્રાથમિક શાળા તેમજ હાલોલ બગીચામાં, જાંબુઘોડાના બગીચામાં અને ગોધરામાં અટલ બાગ તથા મોરવા હડફ માતાજીના મંદિર યુવા જોડી સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ નિમિત્તે ગુજરાત સરકારે એક નંબર જાહેર કર્યો છે. જેમાં 8401400400 જે નંબર પર મિસકોલ કરીને રજીસ્ટર કરી શકો છો અને જોડાઈ શકો છો.

પ્રિ મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અંગે બેઠક…
આગામી ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની સાથે પ્રિમોન્સુન બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી આપત્તિ સમયે યોગ્ય વ્યવસ્થાપન માટે સૂચનો અપાયા હતા. ચોમાસામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય તમામ કામગીરી કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં ગ્રામ્ય, તાલુકા, શહેરી અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગેની જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સંદર્ભે જિલ્લાના 7 તાલુકા માટે મામલતદારોને જરૂરી સુચનો અપાયા હતા. દરેક તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારોને ચોમાસાની ઋતુને અનુલક્ષીને યોગ્ય વ્યવસ્થાતંત્ર કાર્યરત કરવા જવાબદારી સોંપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને વરસાદમાપક યંત્રની ચકાસણી કરી તેને સુવ્યવસ્થિત કાર્યરત કરાવવા, વરસાદના આંકડા ચોક્કસ મળે તે માટે, રાહત-બચાવનાં ભારે વાહનો, ઉપકરણો ચાલુ હાલતમાં રાખવા તથા રાહત કામ માટે ઉપયોગમાં લેવાનાર તમામ સાધન સામગ્રી જેમ કે, વાહન, હોડીઓ, લાઇફ બોટ, લાઇફ જેકેટ, બુલડોઝર, જનરેટર વગેરેની અધ્યતન યાદી તૈયાર રાખવા સૂચના આપી હતી.

સાથે જ વરસાદી પાણીના નિકાલ અંગે નાળાં, કાંસ, ગટર વગેરેનો સર્વે કરાવી તેની સાફસૂફી, મરામત કરાવવા, પાણીનો ભરાવો થતો હોય તે વિસ્તારો ગામ-એપ્રોચ રોડની મુલાકાત લઇ જરૂરી કાર્યવાહી કરવા, તરવૈયાઓ, NGOની યાદી તૈયાર કરવા, વૃક્ષોને કારણે રસ્તા બંધ થઇ જવા, વરસાદી પાણીના યોગ્ય નિકાલ, ઓપન ડ્રેનેજની સફાઈ, રેઈન ગેજ, લાઇફ સેવર જેકેટ, લાઇફ બોયા, જનરેટર, ડ્રેનેજ પંપ, ચકાસણી બાબત અને પ્રમાણપત્ર મોકલી આપવા બાબત, માનવ મૃત્યુ અને પશુ મૃત્યુની નોંધણી, તમામ ડેમના ગેટો અંગેની ચકાસણી કરવા બાબત, વરસાદી સીઝનમાં હેડ કવાર્ટર પર હાજરી વગેરે અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા. આ સાથે એક અઠવાડિયામાં તાલુકા કક્ષાએ પણ બેઠક યોજવા જણાવ્યું હતું.

આ બેઠકમાં અધિક જિલ્લા કલેક્ટર એમ.ડી. ચુડાસમાએ હેલ્થ સહિત રસ્તાઓ બ્લોક ના થાય તેની તકેદારી રાખવા, જરૂર પડે તો રસ્તાઓનું ડાયવર્ઝન આપવું, એસ.ટી.બસોની કામગીરી જળવાઈ રહે, રેસ્ક્યુ સહિતની કામગીરી ઝડપી થાય તેમ જણાવ્યું હતું. બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી. મકવાણા, સર્વ શ્રી પ્રાંત અધિકારી ગોધરા, શહેરા અને હાલોલ, મામલતદારો, એન.ડી.આર.એફ અધિકારી સહિત સબંધીત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post