હિંમતનગર 8 એસટી ડેપો પર તલાટીની પરીક્ષા માટે 37 બસો ઓનલાઈન મુકવામાં આવી; 20થી વધુ બસો પેક | 37 buses put online for talati test at Himmatnagar 8 ST depot; Pack more than 20 buses | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આવતી કાલે તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે પરીક્ષામાં કેન્દ્રો પર ઉમેદવારોને પહોંચવા માટે એસટી વિભાગ દ્વારા દરેક એસટી ડેપો પર 20થી લઈને 30 બસો સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે. તો અત્યાર સુધીમાં 37 બસો ઓનલાઈન મુકવામાં આવી છે. જેમાં 20થી વધુ બસો પેક થઇ ગઈ છે.

સાબરકાંઠા જિલ્લામાં આવતીકાલે 8માંથી 6 તાલુકાઓમાં 99 કેન્દ્રો પર 33,210 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. ત્યારે એસટી તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. હિંમતનગર તાલુકામાં 37, ઇડરમાં 24, તલોદમાં 12, પ્રાંતિજમાં 9, વડાલીમાં 6 અને ખેડબ્રહ્મામાં 11 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. એસટી વિભાગ દ્વારા તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે સાબરકાંઠાના હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અરવલ્લીના બાયડ, મોડાસા અને ભિલોડા તો ગાંધીનગરના માણસા એમ 8 એસટી ડેપો પર 37 એસટી બસો ઓનલાઈન મુકવામાં આવી છે.

જેમાંથી 20થી વધુ એસટી બસો પેક થઇ ગઈ છે. તો દરેક ડેપો પર 20થી 30 એસટી બસો સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે. આ અંગે હિંમતનગર એસટી વિભાગીય કચેરીના DC એચ.એસ. જોશીએ જણાવ્યું હતું કે, ઉમેદવારોને ઘરેથી જ ઓનલાઈન અને મોબાઈલ પર એપ્લીકેશનથી એસટી બુક કરવાની સગવડ છે. ઉપરાંત એસટી ડેપો પર ઉમેદવારો માટે પૂછ પરછ કેન્દ્રો ત્રણ ત્રણ ઉભા કરવામાં આવ્યા છે. જેને લઈને ઉમેદવારોને અગવડતા ના પડે.

أحدث أقدم