ગાંધીનગર શહેરની ગટરોમાંથી કચરો કાઢવા માટે આગામી દિવસોમાં રોબોટ ઉતરશે, 80 કિલોનો રોબોટ 5 લિટર પેટ્રોલમાં આઠ કલાક સુધી કામ કરશે | A robot will land in the coming days to remove garbage from the sewers of Gandhinagar city, the 80 kg robot will work for eight hours on 5 liters of petrol. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Robot Will Land In The Coming Days To Remove Garbage From The Sewers Of Gandhinagar City, The 80 Kg Robot Will Work For Eight Hours On 5 Liters Of Petrol.

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

દેશમાં ગટરની સફાઈ કરવા માટે કોઈ માણસને મેન હોલમાં ઉતારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માનવીય ગરિમાના રક્ષણ માટે લેવાયેલા આ નિર્ણયના કારણે ગટર સફાઈની કામગીરીમાં પણ આધુનિકીકરણ આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગર મનપાએ ગટરની ગંદકી સાફ કરવા માટે મેન હોલમાં રોબોટને ઉતાર્યો હતો. 80 કિલોગ્રામ ધરાવતો આ રોબોટ ડેમો કામગીરીમાં અસરકારક સાબિત થતાં હવે તેને કોર્પોરેશનની ટીમમાં સત્તાવાર જવાબદારી સોંપવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તથા જેનરોબોટિક્સના અધિકારીઓએ મેન હોલમાંથી તમામ પ્રકારનો કચરો કાઢનાર રોબોટનો લાઇવ ડેમો નિહાળ્યો હતો. મેન હોલમાંથી કચરો કાઢવા માટે એક રોબોટમાં જનરેટર અને કોમ્પ્રેસરની જરૂરિયાત રહે છે. 80 કિલો વજન ધરાવતો આ રોબોટ પોર્ટેબલ છે. ટેમ્પો જેવા નાના વાહનમાં એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી તેની હેરફેર થઈ શકે છે.

સ્થાયી સમિતી ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું કે, આ રોબોટમાં નીચેના ભાગે કેમેરો લાગેલા છે તથા ઉપરના ભાગે સ્ક્રીન આપેલ છે. કેમેરાની મદદથી ગંદકીને જોઈ શકાય છે અને રોબોટની સાથે જોડેલું બકેટ એક કમાન્ડ આપવાથી ગંદકીને ઉલેચીને બહાર લઈ આવે છે. આ રોબોટના કારણે મેન હોલમાં માણસને ઉતારવાની જરૂરિયાત રહેતી નથી.

આ રોબોટના સંચાલન માટે એક ઓપરેટર તથા એક લેબરની જરૂરિયાત રહે છે. 40 લાખની કિંમત ધરાવતો આ રોબોટ પાંચ લિટર પેટ્રોલમાં આઠ કલાક કામગીરી કરી શકે છે. માર્ગ અને મકાન વિભાગને સાબરમતી ગેસના સીએસઆર ફંડમાંથી આ રોબોટ ફાળવવામાં આવ્યો હતો. માર્ગ મકાન વિભાગે આ રોબોટ ગાંધીનગર મનપાને સુપરત કર્યો હતો.

આ ડેમો રનમાં સફળતાના પગલે રોબોટના સંચાલન માટે સ્ટાફની નિમણૂક માટે તજવીજ હાથ ધરાઈ છે અને હવે ટૂંક સમયમાં તે કાર્યરત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ સુરત મનપા પાસે આ પ્રકારનો રોબોટ છે. ગાંધીનગર બીજી એવી મનપા બની છે, જ્યાં ગટરની સફાઈ માટે રોબોટનો ઉપયોગ થશે.

أحدث أقدم