Header Ads

ઉપલેટામાં 80 હજારના ચેનની ચીલઝડપ કરનાર બેલડી ઝડપાઇ,સિંધોઈ નગરમાં શ્રમીકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો | In Upleta, 80,000 chain snatchers were caught, laborer committed suicide by hanging himself in Sindhoi town. | Times Of Ahmedabad

રાજકોટ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેર નજીક માધાપર ગામમાં આવેલા સિંધોઈ નગરમાં રહેતા નિલેશ જગદીશભાઈ મકવાણા નામના 23 વર્ષના યુવાને આજે સવારના સમયે પંખાના હુકમા વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેની જાણ થતા પોલીસે તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના જણાવ્યા મુજબ નિલેશ અગાઉ મજૂરીકામ કરતો હતો પરંતુ છેલ્લા 20 દિવસથી કામધંધે જતો ન હતો અને પોતે બે ભાઈમાં નાનો હતો. આજે સવારના સમયે માતા નિલેશને ઉઠાડવા જતા તેમનો દરવાજો બંધ હતો અને જેથી આજુબાજુના લોકોને બોલાવી દરવાજો તોડી જોતા પુત્ર નિલેશ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો..

રાજકોટમાં ઝડપાયેલ નકલી ચલણી નોટોના કેસમાં વધુ એક પ્રિન્ટર કમ લેમીનેશન મશીન કબ્જે કરાયું છે. આરોપી નોટની પટ્ટી આ મશીનથી કટિંગ કરતો હતો આ પહેલા નકલી નોટ છાપવાના કેસમાં આરોપી નિકુંજ, વિશાલ ગઢીયા અને વિશાલ બુધ્ધદેવને 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા જે બાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે દરમિયાન આરોપીઓએ નકલી નોટની કાગળની પટ્ટી માટે પ્રિન્ટર કમ લેમીનેશન મશીનનો ઉપયોગ કર્યાનું ખુલતા આ મશીન પણ આરોપીના રહેણાંક ખાતેથી પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યું છે.

ઉપલેટા રહેતાં ભાવિકાબેન કલ્પેશભાઈ સવજીયાણી નામની મહીલા તેના પુત્ર સાથે ગઈ તારીખ 25 માં રોજ શહેરના 150 ફુટ રીંગરોડ પર આવેલ રાજલક્ષ્મી પાર્કમાં રહેતાં પિતાના ઘરે આવતા હતાં ત્યારે નાંણાવટી ચોક પાસેથી રાજલક્ષ્મી પાર્ક તરફ જતાં હતાં ત્યારે પાછળથી આવેલ બાઈકમાં સવાર બે શખ્સો તેને પહેરેલ બે તોલાનો સોનાના ચેઈન રૂ.80 હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જે બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોકકસ બાતમીના આધારે સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રમેશ શેદા પરમાર (ઉ.વ.30)ને ઝડપી પાડી રોકડ અને મોબાઈલ ફોન મળી રૂ. 27 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે તેની સાથે રહેલ બીજા આરોપી રવિ કાનજી ભટ્ટની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટમાં રૈયાધારમાં ઠાકર મંદિર પાછળ રહેતાં ભાનુબેન ભગાભાઈ મીર (ઉ.વ.35) આજે સવારે પોતાના ઘરે રૂમમાં જઇ અગમ્ય કારણોસર પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં મહિલાને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબે મહિલાને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતકના પતિ પંચવટી ચોકમાં ચા ની હોટલ ચલાવે છે અને તેઓ પણ બનાવથી અજાણ હોવાનું જણાવ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે..

રાજકોટ શહેરના અયોધ્યા ચોક પાસે આવેલ રાધા રેસીડેન્સીમાં રહેતાં વર્ષાબેન પ્રવીણભાઈ જોધપુરા (ઉ.વ.70) આજે વહેલી સવારે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વૃધ્ધાને સંતાનમાં બે પુત્ર છે અને તેઓ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડિત હોય જેનાથી કંટાળીને પગલું ભર્યાનું સામે આવ્યું છે.

Powered by Blogger.