રાજકોટ જિ. પંચાયતની બેઠકમાં 9 કરોડના કામોને મંજૂરી, ચેરમેને કહ્યું: 'સરપ્રાઈઝ ચેકીંગ થશે, મોડા આવનાર વિરુદ્ધ થશે કાર્યવાહી' | Rajkot Dist. Panchayat meeting approves 9 crore works, chairman says: 'Surprise checking will be done, action will be taken against latecomers' | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Dist. Panchayat Meeting Approves 9 Crore Works, Chairman Says: “Surprise Checking Will Be Done, Action Will Be Taken Against Latecomers”

રાજકોટ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયત કચેરીએ કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અનેક વિકાસલક્ષી કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કુલ 9 કરોડના વિકાસ કામો પૈકી સૌથી વધારે સિંચાઈના કામોને મંજૂરી આપવાની સાથે રૂ. 4.10 લાખની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી રૂ. 3 કરોડના નવા કામોને બહાલી પણ આપવામાં આવી હતી. અને 15 દિવસમાં જ બીજા વર્ક ઓર્ડર મળી જશે. આ બેઠકમાં જે અધિકારી સમયસર ન આવતા હોય તેના માટે સરપ્રાઈઝ ચેકિંગ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવાયો છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં અધિકારીઓ સમય બાબતે મનમાની કરી મનફાવે ત્યારે આવતા હોય છે. જેના લીધે ગામડામાંથી આવતા અરજદારોને ભારે હાલાકી પડતી હોય છે. અને આ કારણે કામગીરી પણ ખોરંભે ચડતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠી હતી. આ કચેરીનો સમય સવારે 10:30 નો હોય સરકારી બાબુઓ 12 વાગ્યાની આસપાસ આવતા હોય દૂર-દૂરના ગામડામાંથી આવતા અરજદારોને આખો દિવસ રાજકોટ જિલ્લા પંચાયતમાં કાઢવો પડતો હતો. આમ છતાં ઘણીવાર કામો પુરા નહીં થતા ફરી ધક્કા ખાવા પડતા હતા. આ મામલે પંચાયતના સતાધીશો આકરા પાણીએ થતા મોડા આવતા સરકારી બાબુઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે.

આજની આ બેઠક અંગે કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં રૂપિયા 9 કરોડના વિકાસ કામોની દરખાસ્તો મંજુર કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધુ રૂપિયા 4.10 કરોડના સિંચાઈના કામો મંજુર કરાયા છે. જેના કામ માટે વર્ક ઓર્ડર પણ આપી દેવાયા છે. સાથે જ રૂ. 3 કરોડના નવા કામો મંજુર કરવામાં આવ્યા છે. જેની કામગીરી અંદાજે પખવાડિયામાં શરૂ થશે. હાલ મોટાભાગના અધિકારીઓ સમયસર આવી રહ્યા છે. પરંતુ જે કોઈ અધિકારી નહીં આવતા હોય તેનું સરપ્રાઈઝ ચેકીંગ કરી નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. આજની બેઠકમાં રસ્તાઓ તેમજ ચેકડેમ ઊંડા ઉતારવા સહિતના વિકાસકામોને મંજૂરી અપાઈ હોવાનું તેમણે કહ્યું હતું.

أحدث أقدم