અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરુ, 90 દિવસમાં ટ્રાફિકનો ઇ-મેમો નહિ ભરનારને કોર્ટની નોટિસ આવશે | Virtual traffic court started at Metropolitan Court of Ahmedabad, those who do not fill traffic e-memo within 90 days will get court notice | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Virtual Traffic Court Started At Metropolitan Court Of Ahmedabad, Those Who Do Not Fill Traffic E memo Within 90 Days Will Get Court Notice

અમદાવાદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજે 3 મેથી ટ્રાફિકના ઇ-મેમો માટે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામા આવી છે. રાજ્યમાં ટ્રાફિક પોલીસ RTOના ચલણ સાથે ‘વન નેશન વન ચલણ’ પ્રોજેકટનું સંકલન થયું છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ઇ-કોર્ટ પ્રોજેક્ટના નેજા હેઠળ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ સમગ્ર ગુજરાત રાજ્ય માટે શરૂ કરાઇ છે.

વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરુ
ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ અને હાઇકોર્ટની IT કમિટીના અધ્યક્ષ એ.જે.દેસાઈ અને ITના ન્યાયાધીશની મંજૂરી માર્ગદર્શન અનુસાર અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ કાર્યરત કરવામાં આવી છે. જો ટ્રાફિક અને RTO નો ઇ-ચલણના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરી હોય તો તે સમય અવધિ બાદ આપમેળે ઇ-ચલણ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વરમાં મોકલી દેવાશે. આ કેસોમાં વાહનના માલિકને નોટિસ અને મોબાઈલ ફોન પર SMS મોકલાશે. આ SMSમાં ઓનલાઈન દંડ ભરવાની લિંક પણ હશે. જો દંડ ભરનારને દંડની રકમ સામે વાંધો હશે તો કેસ લડવા માટે જે-તે શહેરની અદાલતમાં તે કેસ મોકલી અપાશે.

ટ્રાફિકનો દંડ ભરવા કોર્ટની લાઈનમાં ઉભા રહેવુ પડશે નહીં
અત્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરના ઇ-ચલણ ઇન્ટીગ્રેડ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં વડોદરા જેવા મોટા શહેરને પણ આવરી લેવામાં આવશે. આ ઇ-ચલણનું પેમેન્ટ એસબીઆઈ ઇ-પેમેન્ટ ગેટવે સાથે સંલગ્ન છે. જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, નેટ બેન્કિંગ વગેરે માધ્યમોથી દંડ ભરી શકાશે. એટલે કે ટ્રાફિકનો દંડ ભરવા હવે કોર્ટની લાઈનમાં ઉભા રહેવુ પડશે નહીં.