Wednesday, May 24, 2023

રાજ્ય સરકારના 9.38 લાખ કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થામાં આઠ ટકાનો વધારો, ત્રણ હપ્તામાં ચૂકવાશે એરિયર્સની રકમ | The state government has increased the dearness allowance by eight percent, 9.38 lakh people will get this benefit | Times Of Ahmedabad

5 કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો 1 જુલાઈ 2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો કરાયો છે. આ વધારો 1 જાન્યુઆરી 2023ની અસરથી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.

9.38 લાખ લોકોને મળશે આ લાભ
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 જુલાઈ 2023 તથા 1 જાન્યુઆરી 2023ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે.

તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે
જોકે, તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન 2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગ્સટ 2023ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર 2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 4,516 કરોડ રૂપિયાનું નાણાકીય ભારણ વધશે.

મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.

મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે?
મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે [(છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ – 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો તેની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાંની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100

Related Posts: