આવક કરતા વધુ મિલકતને લઇ ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા સામે તપાસ, સરકારની મંજૂરી બાદ ACBને તપાસ સોંપાઇ | Former Collector of Gandhinagar S. regarding property more than income. K. Investigation against Langa, handed over to ACB after government approval | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Former Collector Of Gandhinagar S. Regarding Property More Than Income. K. Investigation Against Langa, Handed Over To ACB After Government Approval

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામેની તપાસ કરવા સીટની રચના બાદ હવે તેમની આવક કરતાં અપ્રમાણસરની મિલકત અંગેની તપાસ કરવા માટે સરકાર તરફથી લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ને સોંપવામાં આવી હોવાનું આધારભૂત વર્તુળમાંથી જાણવા મળ્યું છે. લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા લાંગાની આવક કરતાં વધુ મિલકત અંગેની તપાસ કરીને સત્ય ઉજાગર કરશે. જેમાં બેંક, સોના-ચાંદીના દાગીના, એફ.ડી. તેમ જ મિલકતો વગેરે અંગેની તપાસ કરશે.

એસ.કે. લાંગા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેકટર નિવુત્ત આઇએએસ એસ.કે. લાંગાએ પોતાના દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન ગેરરિતી તેમ જ ગેરવહીવટ અને અનિયમિતતા અને ભ્રષ્ટ્રાચાર અંગેની ફરિયાદના પગલે ખાસ તપાસ કરનાર અધિકારી આઇએએસ વિનય વ્યાસાને તપાસ સોંપવામાં આવી હતી. તેમના અહેવાલના પગલે એસ.કે. લાંગા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથોસાથ તેમની સામે મહેસુલી સહિતના અન્ય મુદ્દાઓની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. ગાંધીનગરના એસપી તરૂણ દુગલના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. બીજી તરફ તેઓ રાઇસ મિલમાં ભાગીદારથી માંડીને અનેક મિલકતો વસાવી હોવાના આક્ષેપસર ગુજરાત સરકારે આવક કરતાં અપ્રમાણસરની મિલકત અંગેની તપાસ કરવા માટે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ને તપાસ સોંપવામાં આવે છે.

અધિકારીની તપાસ માટે સરકારની પૂર્વમંજુરી લેવી ફરજિયાત
લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં અનેક અરજીઓ રોજબરોજ આવતી હોય છે. જેમાં વર્ગ-2થી વર્ગ-4 સુધીના અધિકારી તથા કર્મચારીઓની તપાસ એસીબી તરફથી આપમેળે તપાસ કરવામાં આવતી હોય છે. જયારે રાજયના કેટલાંય ઉચ્ચ અધિકારીઓ સામે અરજીઓ આવતી હોય છે. નિયમ પ્રમાણે વર્ગ-1 કે તેની ઉપરના અધિકારીની તપાસ માટે સરકારની પૂર્વમંજુરી લેવી ફરજિયાત છે. જેથી એસીબી તરફથી જે તે વિભાગને ફાઇલ મોકલવામાં આવે છે. સરકારની મંજુરી બાદ જ અધિકારી સામેની તપાસ કરવામાં આવતી હોય છે. જેથી લાંગા સામેની તપાસ કરવા માટે એસીબીએ ગુહ વિભાગ પાસે પૂર્વ મંજુરી માંગી હતી.

મંજુરીની મ્હોર લાગતા એસીબી દ્વારા તપાસ શરૂ કરાઇ
નિયમ પ્રમાણે ગુહ વિભાગે આ ફાઇલ સામાન્ય વહીવટ વિભાગ બાદ મુખ્ય સચિવ તેમ જ મુખ્યમંત્રી સુધી ફાઇલ જતી હોય છે. ત્યાં નિર્ણય લેવાઇ ગયા બાદ આ ફાઇલ એ જ પધ્ધતિથી પરત ફરે છે. આ ફાઇલ પર મંજુરીની મ્હોર લાગતા એસીબી દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રો પાસેથી વિગતો જાણવા મળી છે. ઉલ્લેખનીય છે કે, આમ તો એસ.કે. લાંગા નિવુત્ત થયા હોવાથી સરકારની મંજુરી લેવી મરજિયાત થઇ જતી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. પરંતુ લાંગાએ ફરજ દરમિયાન આવક કરતાં અપ્રમાણસરની મિલકત વસાવી છે કે નહીં તે અંગેની તપાસ કરવા ઉપરાંત કદાચ તેમની સાથે અન્ય અધિકારીઓ જોડાયેલાં હોય તો પણ આ પ્રક્રિયા થઇ હોય તેમ માની રહ્યાં છે.

લાંગા વિરુદ્ધ તપાસના આદેશ મેં જ આપ્યા હતા: રૂપાણી
કલોલના મૂલસાણા ગામમાં દસ હજાર કરોડની બિનખેતી જમીન બિલ્ડરોને પધરાવી દેવાના આરોપોને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિલ પટેલે પાયાવિહોણા જણાવીને ફગાવી દીધા છે. રૂપાણી અને કૌશિક પટેલે દાવો કર્યો છે કે, કથિત રીતે લાંગા દ્વારા તૈયાર કરાયેલા આ પત્રમાં કહેવાયું છે કે, સરકાર પાંજરાપોળ જમીન સંદર્ભે અવારનવાર હાઈ પાવર કમિટીની બેઠક બોલાવતી. ત્યાર પછી સીધી સૂચના આપીને જમીનની મંજૂરીના આદેશ અપાતા હતા. જોકે, પાંજરાપોળની જમીન બાબતે કોઈ હાઈ પાવર કમિટીની બેઠક મળી જ નથી કે એવી કોઈ બેઠકમાં તેની ચર્ચા પણ થઈ નથી. અમારું માનવું છે કે, લાંગાએ આરોપોથી બચવા અને અમને રાજકીય રીતે બદનામ કરવા આ જૂઠ્ઠાણું ચલાવ્યું છે.

રૂપાણીનો દાવો- લાંગાના આરોપો ખોટા
આ આરોપોને ફગાવીને લાંગા અંગે વિજય રૂપાણીએ કહ્યું છે કે, લાંગા કલેક્ટર હતા ત્યારે પણ અમને અનેક ફરિયાદો મળી હતી. તેથી હું મુખ્યમંત્રી હતો ત્યારે આ ફરિયાદની ફાઈલમાં છઠ્ઠી ઓક્ટોબર, 2020ના રોજ મારી સહી સાથે આદેશ આપ્યો હતો કે, લાંગા વિરુદ્ધ આવેલી ફરિયાદોની તપાસ થવી જોઈએ. આ ફરિયાદની તપાસ સરકારના નિવૃત્ત અધિકારી વિનય વ્યાસને સોંપાઈ હતી. ત્યાર પછી વર્તમાન મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે તે તપાસ કરાવી અને લાંગા વિરુદ્ધ પ્રાથમિક રિપોર્ટ પણ રજૂ કરાયો છે. કૌશિક પટેલે કહ્યું છે કે, તમામ કલેક્ટરોની કામગીરી અંગેનો સી.આર. રિપોર્ટ કલેક્ટરના પર્ફોર્મન્સના આધારે ભરવાનો હોય છે. હું મહેસૂલ મંત્રી હતો ત્યારે મારી પાસે પણ લાંગા વિરુદ્ધ ગેરરીતિની અનેક ફરિયાદો આવતી હતી. તેથી મેં તેમના સી.આર. રિપોર્ટમાં નોન પર્ફોર્મિંગ અને ગેરરીતિના કારણે માર્ક ઘટાડી દીધા હતા. તેથી સ્પષ્ટ થાય છે કે, લાંગાએ મને રાજકીય રીતે બદનામ કરવા દ્વેષથી આ બાબતો તેમના કથિત પત્રમાં લખી છે.

ઉદ્યોગોને NA સર્ટિફિકેટ આપવા મામલે મોટા તોડ
કલોલ અને દહેગામ તાલુકામાં ઉદ્યોગો શરૂ કરવા માટે જમીનની તમામ પ્રક્રિયાઓમાં લાંગાએ નિયમો નેવે મૂક્યા હતા. ઉદ્યોગોને એનએ સર્ટિફિકેટ આપવા માટે પણ મોટા તોડ કરવામાં આવ્યા હતા. આર્થિક વ્યવહારોના આધારે ગણતરીના સમયમાં જ આવા સર્ટિફિકેટ ઇશ્યુ કરી દેવામાં આવ્યા હતા.

સરકારે જાતે જ ફરિયાદ કરી
પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સામે ખુદ સરકારે જ ફરિયાદ દાખલ કરી હોવાથી અને તપાસ અધિકારીના રીપોર્ટ સહિતના મજબૂત પુરાવા લાંગા સામે હોવાથી હવે ગમે ત્યારે પોલીસ લાંગાની ધરપકડ કરી શકે છે. જોકે, હાલ પોલીસ નિયત પ્રક્રિયા અનુસરી રહી છે. પરંતુ ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે. અગાઉ પંચમહાલમાં પણ લાંગા સામે એફઆઇઆર દાખલ થઇ હતી પરંતુ તેમાં લાંગાએ આગોતરા જામીન મેળવી લેતા ધરપકડથી બચી ગયા હતા.

أحدث أقدم