السبت، 20 مايو 2023

સોમનાથ-મેંદરડા રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, બે પુરુષ સહિત એક મહિલાનું મોત; ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા | Accident between Eco car and truck on Somnath-Menderada road, two men, one woman killed; The injured were shifted for treatment | Times Of Ahmedabad

જુનાગઢ5 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના દેવધરી ગામના સાત લોકો એક પરિવારના 7 લોકો સોમનાથ પ્રાચી ખાતે પિતૃ કાર્ય કરવા ગયા હતા અને ત્યાંથી પરત આવતા મેંદરડા જુનાગઢ રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા મેંદરડા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જણા હતા ત્યારે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના બે પુરુષ અને એક મહિલાનું મોત થયું હતું. ઠાકરશીભાઈ ખીમાભાઈ ગોહિલ,ઉંમર..65,ચતુર વાલજી ગોહિલ,ઉંમર 45,ચંદ્રિકાબેન વાલજીભાઈ ગોહિલ,ઉંમર.40 ના સ્થળે જ મોત નીપજ્યા હતા..

અકસ્માતની જાણ થતા આસપાસના વાડી વિસ્તારના લોકોએ 108 મારફત ઈજાગ્રસ્તોને જુનાગઢ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યો ના અકસ્માત માં મોત થતા પરિવાર પર આભ ફાટ્યું હતું. જ્યારે શાંતુબેન ઠાકરશીભાઈ ગોહિલ, હંસાબેન હેમંતભાઈ ગોહિલ અને. વસંતબેન ચતુરભાઈ ગોહિલ, રાજીબેન ગોહિલને ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર આપવામાં આવી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.