Friday, May 19, 2023

છોટા ઉદેપુરના દેવલીયા ખાતે મોડી સાંજે ચાર કાર વચ્ચે અકસ્માત, ચારેય ગાડીઓને મોટું નુક્સાન, કોઈ જાનહાનિ ન થતા હાશકારો | Accident between four cars late evening at Devalia, Chota Udepur, major damage to all four vehicles, no casualties reported | Times Of Ahmedabad

છોટા ઉદેપુર13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

છોટા ઉદેપુરના દેવલીયા ખાતે મોડી સાંજે એક સાથે ચાર ગાડીઓનો અકસ્માત થયો છે, જેમાં ગાડીઓને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

છોટા ઉદેપુરના દેવલીયા ખાતે આજે મોડી સાંજે લગભગ 7.30 થી 8.00 વાગ્યાના અરસામાં પાવી જેતપુરથી છોટા ઉદેપુર તરફ બેફામ હંકારીને જઈ રહેલી બોલેરો ગાડીના ચાલકે સામેથી આવતી એસેન્ટ ગાડીને ટક્કર મારી, ત્યારબાદ તેની પાછળ આવતી અર્ટીગા ગાડીને જોરદાર ટક્કર મારી અને છેલ્લે નેનો ગાડી આવતી હતી તેને જોરદાર ટક્કર મારતાં નેનો કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત થતા બોલેરોનો ચાલક ત્યાંથી ભાગી ગયો.

આ ચાર ગાડીઓને થયેલા અકસ્માતની જાણ થતાં લોકટોળા ભેગા થઈ ગયા હતા. જો કે આ અકસ્માતમાં જોઈ જાનહાનિ થઈ ન હતી, કે કોઈને કોઈ ઇજા પણ ન થતા રાહત થઈ હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.