વાપીની મહિલાના બિભત્સ ફોટો વાઈરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવનાર આરોપીએ કરેલી જામીન અરજી નામંજૂર | Accused who extorted money by threatening to make the ugly photo of Vapi woman viral, rejected his bail application. | Times Of Ahmedabad

વલસાડ6 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં રહેતી એક યુવતીની ઓળખાણ નજીકમાં રહેતા યુવક સાથે થઈ હતી. જોતજોતામાં યુવક સાથે મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. પરણીત યુવકે પોતે કુવારો હોવાનું અને લગ્ન કરવાની લોભામણી લાલચો આપી યુવતીને યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. જે જે દરમ્યાન યુવકે યુવતીને વિડીયો કોલ કરીને યુવતીને ન્યુડ કરી યુવતી સાથેનો વિડીયો કોલનું સ્ક્રીન રેકોડ કરી રાખ્યા હતા. યુવકે તેના મિત્રને યુવતીના ન્યૂડ વિડીયો મોકલાવી યુવતીને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવતીના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા યુવતીએ વલસાડ સાઇબર ક્રાઈમ પોલીસ મથકે યુવતીએ વિડીયો વાયરલ કરનાર ઈસમ અને વીડિયો બનાવનાર પૂર્વ પ્રેમી સામે FIR નોંધાવી હતી. તે કેસમાં સંડોવાયેલા આરોપીએ જેલમાંથી મુક્ત થવા વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લામાં મુસ્લિમ સમાજની એક યુવતીની ઓળખ મુસ્લિમ સમાજના જ યુવક સાથે થઈ હતો. યુવકે ચતુરાઈ પૂર્વક પોતે પરણીત હોવા છત્તા કુવારો હોવાનું જણાવી યુવતીને લગ્ન કરવાની લોભામણી લાલચો આપીને યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. જે બાદ યુવતીમે વીડિયો કોલ કરીને યુવતીની જાણ બહાર યુવકે યુવતીને વિડીયો કોલના માધ્યમથી યુવતીને લલચાવી ફોસલાવી યુવતીને ન્યૂડ કરી તેના ન્યૂડ.વિડીયો અને ફોટા પાડી લીધા હતા. જે બાદ યુવતીએ યુવકના ઘરે ચેક કરતા યુવક પરણીત અને 2 બાળકોનો પિતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવતીએ યુવક સાથેમાં તમામ સંબંધો તોડી નાખ્યા હતા. યુવક યુવતીને વારંવાર ફોન કરીને લગ્ન કરવા દબાણ કરવા લાગ્યો હતો. યુવતી ન માનતા યુવકે યુવતીના ન્યૂડ વિડીયો મહારાષ્ટ્ર ખાતે રહેતા તેના મિત્રને યુવતીને બ્લેકમેલ કરવા માટે આપ્યા હતા. યુવકે યુવતીના સોશ્યલ મીડિયા ઉપર અજાણ્યા નંબરથી તેના ન્યુડ. વિડીયો મોકલાવી વિડીયો સોશ્યલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વીડિયો વાયરલ કરીને યુવતીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી. યુવતીએ અજાણ્યા ઇસમની વાતોમાં આવી ન હતી.

​​​​​​​

أحدث أقدم