એક્ટિવાચાલકને કારથી ટક્કર મારી કારસવાર શખસો ધોકા-પાઈપ લઈ તૂટી પડ્યા, અન્ય યુવકનો પીછો કરી માર માર્યો | Activist hit by car, businessman breaks down with pipe, others chase youth and beat him up | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના બે અલગ અલગ વિસ્તારમાં યુવકોને માર મારતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં એક બનાવમાં એક્ટિવા ચાલકનો પીછો કરી કારથી ટક્કર મારી કારસવાર શખસો ધોકા-પાઈપ વડે તૂટી પડ્યા હતા. બીજા બનાવવામાં યુવકોને સિગરેટ પીવા બાબતે ઠપકો આપતા સિક્યુરિટીને ઢોર પટ્ટા અને પાઈપથી માર માર્યા હતો. આ બન્ને ઘટનામાં સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે હાલ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા પ્રયાસ હાથ ધર્યા છે. ખૂલ્લેઆમ ગુનેગારો દ્વારા થતી આ પ્રકારની ઘટનાથી હાલ શહેરમાં ડરનો માહોલ સર્જાયો છે.

કારથી ટક્કર મારી એક્ટિવા ચાલકને નીચે પાડી દીધો.

કારથી ટક્કર મારી એક્ટિવા ચાલકને નીચે પાડી દીધો.

યુવકોએ ભેગા મળીને સિક્યુરિટી ગાર્ડને માર માર્યો
પ્રથમ ઘટના અમદાવાદના બોડકદેવ વિસ્તારની છે. જેમાં એક સિક્યુરિટી ગાર્ડને કેટલાક યુવકો ફટકારી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યોમાં ત્રણ-ચાર યુવકો ભેગા થઈને પટ્ટા અને છુટ્ટા હાથથી સિક્યુરિટી ગાર્ડને માર મારી રહ્યા છે. આ અંગેની સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિક્યુરિટી ગાડે આ યુવકો પૈકી એક વ્યક્તિને સિગરેટ પીવા સંદર્ભે ટોક્યો હતો અને ત્યારબાદ સમગ્ર મામલો
બિચક્યો હતો. યુવકોએ ભેગા મળીને સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. આ સમગ્ર દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે. આ સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે આરોપીને પકડવા માટે પણ પ્રયાસો શરૂ કરાયા છે.

યુવકોએ સિક્યુરિટીને માર માર્યો.

યુવકોએ સિક્યુરિટીને માર માર્યો.

કારની ટક્કર વાગતા એક્ટિવા ચાલક નીચે પટકાયો
​​​​​​​
અમદાવાદના વટવા વિસ્તારમાં પણ ફિલ્મ જેવી મારામારીનો એક બનાવો સામે આવ્યો છે. અહીંયા એક એક્ટિવા ચાલક વ્યક્તિની પાછળ કાર પીછો કરી રહી છે. વ્યક્તિ એકટીવા લઈને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલી કારે તેને ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતા એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો. તે ઉભો થઈને ક્યાંય આગળ પાછળ જાય તે પહેલા જ કારમાંથી લોકો ધોકા અને પાઈપ સાથે નીચે ઉતરી યુવક પર હુમલો શરૂ કરી દીધો હતો. એક બાદ એક શખસે ધોકા વરસવતા યુવક ઉભો પણ થઈ શક્યો નહોતો. આ સમગ્ર મામલે યુવકે પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર હુમલાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. બનાવ અંગે વટવા પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે કાર સવારો તૂટી પડ્યાં.

બે કાર સવારો તૂટી પડ્યાં.

યુવકને માર મારી તમામ ફરાર.

યુવકને માર મારી તમામ ફરાર.

أحدث أقدم