ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી, અમદાવાદમાં ટ્રાફિક, પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે સેલની રચના કરાઈ | Affidavit filed in Gujarat High Court, cell formed to solve traffic, parking problems in Ahmedabad | Times Of Ahmedabad

એક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાફિક, પાર્કિંગ અને રખડતા ઢોર મુદ્દે આજે રાજ્ય સરકારે એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં સરકારે જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે વિશેષ સેલની રચના કરાઈ છે. જે શહેરની ટ્રાફિકની સ્થિતિનું મોનિટરિંગ કરશે. ઈ-ચલણ ભરવા માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ બની હોવાની વિગતો પણ કોર્ટ સમક્ષ રજૂ કરાઈ છે.

અમદાવાદીઓએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ વર્ષ 2015 થી 2023 સુધીમાં 80.15 કરોડનો દંડ ચૂકવ્યો છે. શહેરમાં 455 ટ્રાફિક પોઇન્ટ ઉભા કરાયા છે. 130 ટ્રાફિક જંકશન્સ પર CCTVથી નજર રખાઈ રહી છે, અલગ અલગ પોઇન્ટ ઉપર સ્પીડ ગનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વર્ષ 2015થી 2023 સુધીમાં 25.36 લાખ જેટલા ઈ-ચલણ ઈશ્યુ થયા છે. ગેરકાયદેસર પાર્કિંગના પહેલા ગુના માટે 500 રૂપિયા દંડ, બીજા અને તે પછીના તમામ ગુનાઓ માટે 1,000 રૂપિયા દંડ વસુલવામાં આવે છે. વર્ષ 2022-23માં ગેરકાયદેસર પાર્કિંગના 21,650 કેસ અને 1.08 કરોડ દંડ પેટે વસૂલાયા છે. વાહન જપ્તીના 7793 કેસ કરાયા છે. જાન્યુઆરી 2022થી 29 એપ્રિલ 2023 સુધીમાં 24,489 વાહનોનું ટોઈંગ અને 1.47 કરોડ રૂપિયાનો ટોઈંગ ચાર્જ અને 52.44 લાખ રૂપિયાનો પાર્કિંગ ચાર્જ વસૂલાયો છે.

રખડતા ઢોર મુદ્દે અમદાવાદમાં નરોડા ગામ ભરવાડ વાસ, કૃષ્ણ નગર, શક્તિ નગર, ઓઢવ ગામ, રબારી કોલોની, અમરાઈવાડી, અર્બુદા નગર, ઓઢવ, રામોલ ગામ, નવા વાડજ પોલીસ સ્ટેશન વિસ્તાર, એસપી રિંગ રોડથી એપલવુડ, ગુપ્તા નગરથી અંજલી ચાર રસ્તા તરફ જેવા વિસ્તારો હોટસ્પોટ તરીકે ઓળખાયા છે.

ગાયથી થતા અકસ્માત વિસ્તારોમાં છારોડી એસજી હાઇવે, કોઝી હોટેલ તરફ નારોલ, નાના ચીલોડા, રિંગ રોડ, મોહમદ પુરા ચાર રસ્તા એસજી હાઇવે, આંનદ આશ્રમ, CTM નારોલ નરોડા હાઇવે, ભાડજ સર્કલ, જશોદાનગર, નારોલ નરોડા હાઇવે, નરોડા પાટીયા સર્કલનો સમાવેશ થાય છે.

નો કેટલ ઝોન તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં ડફનાળા સર્કલ, એરપોર્ટ સર્કલ, ઇન્દિરા બ્રિજ સર્કલ, કોતરપુર વોટર વર્ક્સનો સમાવેશ થાય છે. જ્યારે કેટલ ફ્રી ઝોન તરીકે પ્રેમ દરવાજા, કાલુપુર રેલવે સ્ટેશન, લાટી બજાર, સરદાર બ્રિજ, રિવરફ્રન્ટ ઇસ્ટ, ન્યુ કલોથ માર્કેટથી રાયપુર, ST બસ સ્ટેન્ડ ગીતા મંદિર, ગાંધી બ્રિજથી રિવરફ્રન્ટ ઇસ્ટ, દિલ્હી દરવાજાનો સમાવેશ થાય છે.

રખડતા ઢોરને લઈને 2022-23માં 251 FIR નોંધાઈ હતી. જેમાં 1951 લોકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયો હતો. રખડતા ઢોર છુટા મુકનારા 1985 લોકો સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. CNDC વિભાગના સ્ટાફને પોલીસ રક્ષણ અપાયુ છે. રખડતા ઢોરની સમસ્યાને ટાળવા ડે ટુ ડે CCTV થી મોનિટરિંગ થશે. જોઈન્ટ એન્ફોર્સમેન્ટની 09 ટીમ તૈયાર કરાઈ છે. કેટલ કન્ટ્રોલ સેલ તૈયાર કરાયો છે. મોબાઈલ વાન અને ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરાશે.

أحدث أقدم