વડોદરામાં રાત્રે અઢી વાગ્યે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે ધમકી આપતા કહ્યું: 'કોઇને કહીશ તો તારા છોકરાને પતાવી દઇશ' | After breaking into a house at 2.30 am in Vadodara and committing rape, Naradham threatened: 'If you tell anyone, I will kill your boy'. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • After Breaking Into A House At 2.30 Am In Vadodara And Committing Rape, Naradham Threatened: ‘If You Tell Anyone, I Will Kill Your Boy’.

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય વિધર્મી યુવકે પાડોશમાં જ 22 વર્ષીય પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઇને કહીશ તો તારા છોકરાને મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે નવાપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતો મહંમદ હુસેન (ઉ.26) (રહે. નવાપુરા, વડોદરા) પાડોશમાં રહેતી મહિલાનો પીછો કરીને છેલ્લા એક વર્ષથી સંબંધ બાંધવા માટે ડરાવી ધમકાવીને દબાણ કરતો હતો અને જાતીય સતામણી આપતો હતો. ગત 23 એપ્રિલના રોજ રાત્રે અઢી વાગ્યે મહંમદ હુસેન મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો અને મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

પુત્રને પતાવી દેવાની ધમકી આપી
દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ મહિલાને ધમકી આપી હતી કે, ‘તું કોઇને આ બાબતે જાણ કરીશ તો હું શું કરી શકું છું, તને ખબર છે અને તને અને તારા છોકરાને પતાવી દઇશ.’ આવી ધાકધમકી આપીને 14 મેના રોજ ફરિયાદી મહિલાને બાઇક પર દરગાહ પર લઇ જઇને વિશ્વાસમાં લઇને ગળાનું તાવીજ, ચાંદીની ઝાંઝરી અને પગના છળા ઉતારી લીધા હતા.

મહિલા પરિણીત છે
આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એલ. આહિરે જણાવ્યું હતું કે, મહિલા પર દુષ્કર્મની ફરિયાદ નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપીનો કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેની અટકાયત કરવામાં આવશે. પીડિત મહિલા પરિણીત છે અને આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ તેના 3 વર્ષના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી.

Previous Post Next Post