ભાવનગરએક મિનિટ પહેલા
- કૉપી લિંક
- ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવાની પોલીસની નીતિ!
- મેડિકલ કોલેજની કમિટી દ્વારા આજે ડો.હરીશ વૈગીને નિવેદન માટે બોલાવશે
ભાવનગર શહેરના જેલ રોડ નજીક આવેલ ભાવનગરની મેડિકલ કોલેજમાં એક ડોક્ટરે યુ.જી.ના વિદ્યાર્થી ઉપ૨ અડપલા કરતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ બનાવથી કોલેજના ડીન તેમજ વિદ્યાર્થીઓએ પોલીસમાં અરજી ઉપરાંત ફરિયાદ કરવા વિદ્યાર્થીઓનું ટોળું નિલમબાગ પોલીસ મથકમાં ધસી આવ્યું હતું. જોકે, વિદ્યાર્થીઓને શાંત પાડવા માટે પોલીસે ડોક્ટરની વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા હતા પરંતુ તેનો તાત્કાલિક જામીન પર છુટકારો કરતા ભોગ બનનાર વિદ્યાર્થીએ ડોક્ટર વિરૂદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર હરીશ વૈગીએ ગત તા. 12ના રોજ કોલેજના યુ.જી. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રાત્રે 11 વાગ્યે તેની રૂમમાં બોલાવી શારીરીક શોષણ કર્યું હતું. આ બનાવથી કૉલેજના વિદ્યાર્થીએ નિલમબાગ પોલીસ મથકમાં હોબાળો કરતા વિદ્યાર્થીઓને શાંત પાડવા પોલીસે આરોપી ડોક્ટર હરીશ વૈગી ઉપર સુલેહ શાંતિ ભંગ કરવાની હળવી કલમ લગાડી કલમ 151 મુજબ અટકાયતી પગલાં લીધા હતાં પરંતુ ડૉક્ટર સાથે મેળાપીપણ કરી તાત્કાલિક તેને જમીન ઉપર છોડી દેવાયો હતો.
જૉ કે, પોલીસની હંમેશા ઘોડા છુટી જાય પછી તબેલાને તાળા મારવા જેવી નીતિ રહી છે. ભાવનગર જિલ્લામાં મોટાં ભાગના ગુનામાં સૌ પ્રથમ ફરિયાદ જ લેવા માં આવે છે ત્યારબાદ કોઈ પણ ફરિયાદી મોટો માણસ હોય તો ગમે તેમ કરી ને આરોપીને રજુ કરી દેવાય છે. તે સિવાય ફરિયાદીની માત્ર અરજી સ્વીકારી ભ્રષ્ટાચારના ખેલ શરૂ થાય છે.
ત્યારબાદ ગઈકાલે ભોગ બનનાર વિદ્યાર્થીએ ડૉક્ટર હરીશ વૈગી વિરૂદ્ધ સત્તાવાર જાતીય સતામણી તેમજ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. જૉકે આ સમગ્ર બનાવમાં પોલીસ આરોપીની તરફેણ કરતી હોય તેમ ડૉક્ટરને જમીન પર મુક્ત કરતા ડૉક્ટર હરીશ વૈગીને ભાગી છૂટવાનો સમય આપ્યો હોય તેમ કોલેજના વિદ્યાર્થીઓમાં ચર્ચાઇ રહ્યું છે.
કોલેજની કમિટી દ્વારા આજે ડૉક્ટરનું નિવેદન લેવાશે
મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર હરીશ વૈગીએ વિદ્યાર્થી ઉપર જઘન્ય કૃત્ય કરતા કૉલેજના ડીન ડૉ. હેમંત મહેતાએ હરીશ વૈગીને હોસ્ટેલમાંથી કાઢી મૂક્યો હતો અને ડોક્ટરની ફરિયાદ રચાયેલી કમિટી તેમજ એન્ટી રેગિંગ કમિટી સમક્ષ કરતા બંને કમિટી દ્વારા આજે ડોક્ટર હરીશ વૈગીનું નિવેદન લેવામાં આવશે તેમ કૉલેજના ડિને જણાવ્યું હતું.