પતિએ વિદેશથી મોકલેલા પૈસા ખર્ચ થઈ જતાં પોતાના ઘરમાં ચોરીનું નાટક | After the money sent by the husband from abroad was spent, the drama of theft in his own house | Times Of Ahmedabad

મુંબઈ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • ઘરફોડીના આ નાટકમાં મહિલા સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ

વસઈ માણિકપુરમાં વિદેશથી પતિએ મોકલેલા લાખ્ખો રૂપિયા ખર્ચાઈ જતાં પત્નીએ પોતાના જ ઘરમાં ઘરફોડી થઈ હોવાનું નાટક રચ્યું હતું, પરંતુ પોલીસે બારીકાઈથી તપાસ કરીને તેનો ભાંડો ફોડી નાખ્યો છે. હવે મહિલા અને તેણે ઘરફોડી કરાવી તે બે જણ જેલના સળિયા ગણી રહ્યા છે.આ પ્રકરણે વસઈની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2 દ્વારા વસઈ પશ્ચિમમાં વિશાલનગર ખાતે બી-210, સંજેરી એપાર્ટમેન્ટમાં રહેતી ગૃહિણી નિકહત અસગર ખાન (38), તેણે ઘરફોડી માટે રોકેલા તેની જ ઈમારતના નસીમ મોઈન ખાન (40) અને તેના સાગરીત ગોવંડી ઝૂંપડપટ્ટીના મહંમદ કમર રૌફ ખાન (28)ની ધરપકડ કરી છે.

નિરહતે માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે 9 મેના સાંજે 5.30થી 10 મેના સવારે 10.15 વચ્ચે પોતે ઘરની બહાર હતી ત્યારે તેના ઘરમાં ઘરફોડી થઈ હતી. બેડરૂમમાં કબાટ અને તિજોરીનું લોક તોડીને રૂ. 10.30 લાખના દાગીના અને રોકડ ચોરી થયા છે.પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી. ઈમારતના સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ટેક્નિકલ વિશ્લેષણ દ્વારા સૌપ્રથમ ગોવંડીના ખાનની ધરપકડ કરી. તેની ઊલટતપાસ કરતાં તેણે નસીમનું નામ લીધું, જેને ઘોડબંદરથી ઝડપી લેવાયો.

આ પછી નિકહતની પણ ધરપકડ કરી. ચોરીના રૂ. 10.30 લાખના દાગીના અને રોકડ નિકહતે નાલાસોપારામાં પોતાના ભાઈના ઘરે છુપાવી રાખ્યા હતા તે પણ જપ્ત કરાયા છે.નિકહતે પોલીસને જણાવ્યું કે તેનો પતિ વિદેશમાં નોકરી કરે છે. તે ત્યાંથી અવારનવાર પૈસા મોકલતો હતો, જેમાંથી રૂ. 5 લાખ ખર્ચાઈ ગયા હતા. આથી પતિ આવીને પૂછશે તો જવાબ શું આપવાનો એવો ડર હોવાથી તેણે પરિચિતને વિશ્વાસમાં લઈને ઘરફોડીનું નાટક રચ્યું. તેમાં સફળ થવા પર દાગીના વેચીને પતિ આવવા પર તેને રૂ. 10 લાખ આપી દેવાની યોજના હતી, પરંતુ અમે તેની યોજના નિષ્ફળ બનાવી દીધી, એમ પીઆઈ સાહુરાજ રણવરેએ જણાવ્યું હતું.

أحدث أقدم