કેશોદ-માંગરોળ રોડ પર સુતા સુતા બાઈક ચલાવનાર યુવકનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે દબોચી લીધો | After the video of a young man riding a bike while sleeping on the Keshod-Mangrol road went viral, the police nabbed him. | Times Of Ahmedabad

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢના કેશોદ-માંગરોળ રોડ પર એક યુવક રસ્તા પર સૂતાં સૂતા બાઈક ચલાવી રહ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે આ સ્ટંટ કરનાર યુવકને ઝડપી લીધો છે.

રાતના સમયે કેશોદ માંગરોળ રોડ પર બાઈક પર સુતા સુતા બાઈક ચલાવી સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં યુવાન બાઈક પર સૂતો સૂતો બાઈક ચલાવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું હતું અને તેની પાછળ બાઈક લઈ આવતા અન્ય વ્યક્તિએ આ વીડિયો મોબાઇલમાં શૂટ કર્યો હતો. સ્ટંટ કરતો યુવક રસ્તાં ઉપર લોકોના જાન જોખમાઈ તે રીતે બેફિકરાઈપૂર્વક બાઇક ચલાવી રહ્યો હતો. આ વીડિયો પોલીસને મળતા વાઈરલ વીડિયો કેશોદના માંગરોળ રોડનો જણાય આવતા પોલીસે સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. સ્ટંટ કરતાં વીડિયોમાં જોવા મળતાં બાઈક નંબર આધારે મોવાણા ગામના ઇકબાલ બોદુભાઈ સીડા નામના યુવકને ઝડપી કેશોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

أحدث أقدم