Header Ads

આપના દંડક દ્વારા વ્હિપ જાહેર કરીને તમામ કોર્પોરેટરોને હાજર રહેવા કહેવાયું, શાસકોએ આયોજનબદ્ધ રીતે હોબાળો મચાવીને સસ્પેન્ડ તરકટ રચ્યું | All the corporators were asked to be present by Aapna Dandak declaring a Vihip, the rulers staged a planned uproar and suspended tarkat. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • All The Corporators Were Asked To Be Present By Aapna Dandak Declaring A Vihip, The Rulers Staged A Planned Uproar And Suspended Tarkat.

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
ભાજપના કોર્પોરેટરે જ મેયરનું અપમાન કર્યું,સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો - Divya Bhaskar

ભાજપના કોર્પોરેટરે જ મેયરનું અપમાન કર્યું,સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો

સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ભાજપના કોર્પોરેટરો દ્વારા જ મેયરનું સામાન્ય સભામાં અપમાન કર્યું. શાસકોએ પોતાના જ મેયરના આદેશનું ઉલ્લંઘન કરીને સતત હોબાળો મચાવતા આમ આદમી પાર્ટીમાંથી આવેલા 12 અને ભાજપના 2 મળીને કુલ 14 કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા વિરોધ પક્ષ ઉપર પાણીના ગ્લાસ ફેકવામાં આવ્યા અને ચા કપ ફેંકવામાં આવ્યા.

વ્હિપ આપતા કોર્પોરેટરોએ હાજર રહેવું પડ્યું
આમ આદમી પાર્ટીના દંડક શોભના કેવડીયા દ્વારા વ્હિપ આપી તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સામાન્ય સભામાં જે પણ કામ બાબતે સુધારો અને વિરોધ નોંધાવવાનો છે, તે વિરોધ નોંધાવીને મતદાન પ્રક્રિયામાં જોડાવા માટે સૂચન આપવામાં આવ્યું હતું. તેમને સ્પષ્ટતા કરી હતી કે, સામાન્ય સભામાં નેતા દ્વારા જે પણ સૂચના આપવામાં આવે તેનું પાલન કરવું અને મતદાન કરવું. સામાન્ય સભામાં વિરોધ નોંધાવવાની શરૂઆત થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તરકટ રચી દેવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરોએ મતદાનની પ્રક્રિયામાં જોડાવું પડે તે પહેલા જ હોબાળો મચાવી દેવાયો હતો.

મેયરનું અપમાન કરાયું
આમ આદમી પાર્ટી દ્વારા લોકસભાના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિની ગેરહાજરી નોંધ લેવાની વાત કરવામાં આવી હતી, જેને લઈને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટર દ્વારા દલિતોનો અપમાન કર્યા હોવાની ખોટી વાતો કરીને સભામાં હોબાળો મચાવી દેવાની શરૂઆત પણ કરી દેવામાં આવી હતી. ભાજપના કોર્પોરેટરો અને આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરો દ્વારા સભામાં સતત મેયરના સૂચનનું અપમાન સ્પષ્ટ જણાઈ આવ્યું હતું.

દલિતોનું અપમાન કર્યું
આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં ગયેલા ભાવના સોલંકીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા સતત દલિતોનું અપમાન કરવામાં આવતું હોય છે. ધર્મેશ ભંડેરીએ જે આક્ષેપ કર્યા છે કે, ‘શાસકો દ્વારા દલિતોનો અપમાન કરવામાં આવી રહ્યું છે. તે વાત તદ્દન પાયાવિહોણી છે. હું તેને વખોડી કાઢું છું.’

કોર્પોરેટરોને કેમ સસ્પેન્ડ કરાયા?
આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોને આજ રોજ સામાન્ય સભામાં ફરજિયાત હાજર રહેવા માટે દંડકશ્રી દ્વારા વ્હિપ આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ ભાજપના નગરસેવકો અને પદાધિકારીઓ દ્વારા જાણીજોઈને સામાન્યસભામાં વિપક્ષ મૌન હોવા છતાં સામાન્યસભા બગાડવા માટે આયોજનબધ્ધ રીતે સામાન્યસભામાં હોબાળો મચાવ્યો, જે અગાઉથી જ નક્કી હતું અને અગાઉથી નક્કી કરેલા આયોજનના ભાગરૂપે 12 નગરસેવકો કે જે આપમાંથી ભાજપમાં ગયા છે, એ તમામને વગર કોઈ કારણે સદનમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, બીજા ઘણા લોકો હોબાળો મચાવતા હતા પણ જે હોબાળો નહોતા મચાવતા એવા લોકોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં. મેયરની વાત પણ શાસકો માનતા નહોતા, જો શાસકો પોતાના જ મેયરની વાત ન માનતા હોય તો મેયરનું આથી મોટું અપમાન બીજું શું હોય શકે?

يتم التشغيل بواسطة Blogger.