ચંદ્રુમાણા- તંબોડિયા રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોને આબાદ બચાવ | All the people in the car were rescued in the accident on Chandramana-Tambodia road | Times Of Ahmedabad

પાટણ7 કલાક પહેલા

  • કૉપી લિંક

ચંદ્રુમાણા ગામથી તંબોડિયા તરફ જતા લિંક રોડ ઉપર કેનાલ નજીકમાં ભય જનક વળાંક આવેલો છે આ વળાંક ઉપર બુધવારે સાંજે 5:00 વાગ્યાના આરસામાં એક મારુતિ વાન પેસેન્જર ભરીને તંબોડિયા તરફ જઈ રહી હતી ત્યારે પલટી મારી જતા સદનસીબે ગાડીમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો આ ભાઈ જનક વળાંકમાં મારુતિ ઇકો પલટી જતા આજુબાજુના લોકો દો ડી આવ્યા હતા અને eeco ગાડીમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા

Eeco ના ગાડી ચાલક શું કહે છે
ચંદ્રુમાણા તંબોડિયા કેનાલ નજીક ભય જનક વળાંકમાં પલટી મારેલ ઇકો ગાડીના ડ્રાઇવર ગોપાલજીભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે હું મારી ગાડીમાં ઓઢવ થી થરા પરજાન તેડવા માટેની વર્ધી લઈને ગયેલ જે પરત આવતા ચંદ્રુમાણાથી તંબોળિયા નજીક ભય જનક વળાંકમાં મારી ગાડી પલટી મારી જતા નસીબે મારા સહિત તમામ મુસાફરો નો સદન નસીબે બચાવ થવા પામતા હું ભગવાનનો આભાર માનું છું અને તમામ મુસાફરોને આજુબાજુના લોકોએ દોડી આવી અકસ્માત પામેલી ગાડી માંથી બહાર કાઢ્યા હતા ભગવાને અમોને બચાવ્યા હોવાનું જણાવ્યું હતું.

અકસ્માત નજરે જોનાર પ્રથમ દ્રષ્ટા શું કહે છે
આ ભય જનક વળાંકમાં eeco મારુતિ પલટી મારી રહી હતી ત્યારે નજરે જોનાર ચંદ્રમાણા ગામના ભરતસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે હું નર્મદા કેનાલના કિનારે મારા મશીનમાં ડીઝલ પૂરી રહ્યો હતો ત્યારે આ વળાંકમાં એક ઈકો ગાડી પલટી મારી રહી હતી. ગાડીમાં સવાર મુસાફરો બૂમાબૂમ કરી રહ્યા હતા તે સમયે અને બધા દોડી જઈને ગાડીમાં સવાર તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા અને તમામ મુસાફરીની સામાન્ય ઈજાઓ થઈ હતી. જે મુસાફરને બીજી અન્ય ગાડી બોલાવીને ઓઢવ રવાના કરાયા હતા આ વળાંક કેટલો ભયજનક છે કે સામેનું વાહન જોઈ શકાતું નથી રોડની બાજુમાં ખાડા પડી ગયા છે અને આ ભય જનક વળાંકમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણથી ચાર લોકો અકસ્માતના ભોગ બની મરણ પામેલા હોવાનું જણાવ્યું હતું જ્યારે ભરતજી ચમનજી ઠાકોરે જણાવ્યું હતું કે આ ભયજનક વળાંકને પહોળો કરવામાં આવ્યા અથવા એંગલો નાખવામાં આવે જેથી આ ભય જનક વળાંકમાં થતા અકસ્માતો નિવારી શકાય તેમ જણાવ્યું હતું

أحدث أقدم